મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : રાજયસભા સાંસદ અભય ભારદ્વાજ લાંબા સમયથી ચેન્નઈમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેમનું મંગળવારે હૃદયરોગનાં હુમલાને કારણે નિધન થયું છે. હાલમાં તેમના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવી રહ્યો છે. આ અંગે જ મળતી માહિતી મુજબ તેમનો પાર્થિવ દેહ વિમાન માર્ગે અમદાવાદ પહોંચી ચુક્યો છે. અને હવે બાય રોડ જ રાજકોટ લાવવામાં આવી રહ્યો છે. 

રાજકોટનાં અમીન માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને બપોરે 2થી3 તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણ રાખવામાં આવશે. અને ત્યારબાદ પરિવાર સહિત અંગત 50 લોકોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ તકે મુખ્યમંત્રી રૂપાણી પણ અહીં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

હાલ અભય ભારદ્વાજનાં અમીન માર્ગ સ્થિત નિવાસ સ્થાને તેમની અંતિમવિધિની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને તેમના નાનાભાઈ તેમજ સ્થાનિક ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજને સધિયારો આપવા માટે ભાજપનાં નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.