મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ભાવનગર રોડ પર 16 વર્ષના તરૂણની છરીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી છે. હત્યાની જાણ થતાની સાથે થોરાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.

થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ.કાતરીયાના જણાવ્યા મુજબ આજે બપોરના સમયે 16 વર્ષના આયુષ પ્રકાશભાઇ બારૈયા નામના તરુણની છરીના ઘા ઝીંકી 4 થી 5 શખ્સો દ્વારા ચુનારાવાડ ચોકમાં હત્યા નિપજાવવામાં આવી છે.


 

 

 

 

 

બે દિવસ પૂર્વે મોબાઇલ લેતી દેતી મામલે બબાલ થઇ હતી. જેના સમાધાન માટે આજે બોલાવી બાદમાં આદિત્ય ગોરી, પ્રશાંત વાઘેલા, કેવલ સહિત શખ્સો છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે આયુષનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.