મેરાન્યૂઝ નેટવર્ક.જયપુરઃ રાજસ્થાનમાં ટૂંક સમયમાં ગેહલોત કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. આ માટે તમામ રાજકીય તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગઈકાલે રાજસ્થાન સરકારના ત્રણ મંત્રીઓ ડૉ.રઘુ શર્મા, ગોવિંદ સિંહ દોતાસરા અને હરીશ ચૌધરીએ રાજીનામું આપી દીધું હતું. આ ત્રણેય મંત્રીઓએ પાર્ટી હાઈકમાન્ડ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે.

રાજસ્થાનના કોંગ્રેસના પ્રભારી અજય માકને પણ સ્પષ્ટ કર્યું છે કે આ ત્રણેય હવે સંગઠનમાં પોતપોતાની મહત્વની જવાબદારીઓ નિભાવશે. તેમણે કહ્યું કે ડૉક્ટર રઘુ શર્મા, ગોવિંદ સિંહ દોતાસરા અને હરીશ ચૌધરીએ તેમના રાજીનામા લખીને સોનિયા ગાંધીને મોકલી દીધા છે. તેમણે પોતે મંત્રી પદ છોડીને પાર્ટી માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કોંગ્રેસ પાર્ટી આ લોકોનું સન્માન કરે છે.