મેરાન્યૂઝ નેટવર્ક.રાજસ્થાનઃ રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે અશોક ગહેલોત જુથના ધારાસભ્યોને જયપુર-દિલ્હી ધોરીમાર્ગ પર સ્થિત એક હોટલમાં રોકાવામાં આવ્યા છે. તેમને શુક્રવારે જેસલમેસ શિફ્ટ કરવામાં આવશે. આ જાણકારી શુક્રવારે કોંગ્રેસના સૂત્રો પાસેથી મળી હતી. સૂત્રોનું કહેવું છે કે હોટલમાં કોંગ્રેસ ધારાસભ્યોની દળ બેઠક બાદ ધારાસભ્યોને સ્થાનાંતરિત કરવાંમાં આવશે. 

સચિન પાયલોટ અને કોંગ્રેસના 18 અન્ય ધારાસભ્યો દ્વારા સરકાર સામે બળવો કર્યા પછી 13 જુલાઈથી ધારાસભ્યો હોટલમાં રોકાયા હતા. જોકે સૂત્રોએ ધારાસઙભ્યોને શિફટ કરવાનું કોઈ કારણ જણાવ્યું નથી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતએ ગુરુવારે સંકેત આપ્યા હતા કે તે વિધાનસભા સત્રમાં વિશ્વાસ મતની માગ કરશે અને દાવો કર્યો હતો કે ધારાસભ્યોને પક્ષ બદલવા માટે નાણાની લાલચ અપાઈ રહી છે. તેમણે કહ્યું કે જે બળવાખોરોએ પૈસા સ્વીકાર્યા નથી તે પાછા પાર્ટીમાં આવી શકે છે.