મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ રાજ કુંદ્રાના આજે રિમાન્ડ પુરા થાય છે, 19 જુલાઈએ અશ્લીલ વીડિયોના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તેની પત્ની અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મીડિયાથી અંતર કરી લીધું હતું. બીજી બાજુ શિલ્પાની બે બોલીવુડ કમ્બેક મુવીઝ આવવાની છે, જેને પગલે આ ઘટનાની અસર શિલ્પાની આવનારી બે મુવીઝ અને તેના ઈન્વેસ્ટર્સ પર પડી શકે છે. જોકે આ દરમિયાનમાં તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જે વાયરલ થવા લાગી છે. જેમાં તેણે એક પુસ્તકની એક ઝલક જાહેર કરી છે અને લોકોને તેની આ પોસ્ટ પસંદ આવી રહી છે.

આપને અહીં એ પણ જણાવી દઈએ કે શિલ્પા અને રાજ આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સની કો ઓનર્સ છે. વર્ષ 2013માં ટીમનું નામ મેચ ફિક્સિંગ કેસમાં ઉછળ્યું હતું અને રાજની દિલ્હી પોલીસે પુછપરછ કરી હતી. આ પછી 2015માં તેના પર ફાઈફટાઈમ પ્રતિબંધ લગાવી દેવાયો હતો અને રાજ અને શિલ્પાએ ટીમની ઓનરશિપ છોડી દીધી હતી.

શિલ્પાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ગુસ્સામાં પાછળ વળીને ન જુઓ, અથવા ડરથી આગળ ન જુઓ, પરંતુ જાગૃત્તાથી જુઓ... આ પોસ્ટમાં આગળ લખ્યું છે કે આપણે ગુસ્સામાં તે લોકોને જોઈએ છીએ જેમણે આપણને દુઃખ પહોંચાડ્યું છે, જે નિરાશાઓ અમે અનુભવી છે, જે દુર્ભાગ્ય અમે સહન કર્યું છે. તેની પોસ્ટમાં જેમ્સ થર્બરના ઉદાહરણ પર પ્રકાશ નાખવામાં આવ્યો છે.

આપણે એવી સંભાવનાના ડરમાં જીવીએ છીએ કે આપણે નોકરી ગુમાવી શકીએ, બીમાર પડી શકીશું અથવા કોઈ બીજાનું મોત થઈ શકે. આપણે જે સ્થાન બનવાની જરૂર છે તે અહીં છે, અત્યારે - જે રહ્યું છે અથવા શું હોઈ શકે છે તે જિજ્ઞાસાથી ન જોવું જોઈએ, પરંતુ સંપૂર્ણ જાગૃત હોવું જોઈએ.

પોસ્ટ આગળ છે કે, "હું એક ઊંડો શ્વાસ લઉં છું, કારણ કે હું ભાગ્યશાળી છું કે હું જીવંત છું. મેં ભૂતકાળમાં પડકારોનો સામનો કર્યો છે અને ભવિષ્યમાં પડકારોનો સામનો કરવા તૈયાર છું. આજે હું જીવનની ચિંતા નહીં કરવાની."

શિલ્પાએ પુસ્તકના આ ભાગને શેર કરતી વખતે કંઇ લખ્યું નથી, પરંતુ હાલના સંજોગોમાં તે સ્પષ્ટ છે કે શિલ્પા પોતાને કેવી રીતે સંભાળી રહી છે. આપને જણાવી દઈએ કે રાજ કુંદ્રાને અશ્લીલ વીડિયો સંબંધિત એક કેસમાં 19 જુલાઈએ મુંબઇ પોલીસે ધરપકડ કરી હતી.