મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેશમેન રાજકુંદ્રાની મુંબઇ પોલીસ દ્વારા સોફ્ટ પોર્ન ફિલ્મો બનાવવા મામલે કરવામાં આવેલી ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેમાં આ ફિલ્મો થકી રાજકુંદ્રા દરરોજ લાખો રૂપિયાની કમાણી કરતો હોવાના બેંક સ્ટેટમેન્ટ બહાર આવ્યા છે. 

મુંબઇ ક્રાઇમ બ્રાંચના મતે, લૉકડાઉનમાં કુંદ્રાના પોર્ન બિઝનેસમાં વધારો થયો હતો. જોઈન્ટ પોલીસ કમિશ્નર મિલિંદ ભારંબે કહ્યું હતું, 'રાજ ભારતમાંથી આ વીડિયો હોટશોટ એપમાં અપલોડ કરી શકે તેમ નહોતો, તેથી જ તે વિદેશી પ્લેટફોર્મ પર We ટ્રાન્સફરની મદદથી કન્ટેન્ટ પૂરું પાડતો હતો. તમામ કન્ટેન્ટ તેની ઓફિસમાં જ બનાવવામાં આવતું અને પછી લંડન બેઝ્ડ કંપની કેનરીન લિમિટેડને મોકલવામાં આવતું હતું. આ કંપની રાજના જીજાજી પ્રદીપ બક્ષીની છે.

Advertisement


 

 

 

 

 

મુંબઈ ક્રાઇમ બ્રાંચના મતે, રાજે 18 મહિના પહેલાં જ પોર્ન બિઝનેસ શરૂ કર્યો હતો અને બહુ થોડા સમયમાં તે ઝડપથી આગળ નીકળી ગયો હતો. કુંદ્રા શરૂઆતમાં રોજના 2-3 લાખની કમાણી કરતો હતો. ત્યારબાદ તે રોજના 6-8 લાખની કમાણી કરતો થઈ ગયો હતો. નાણાકીય વ્યવહારો હજારોમાં થયા છે. નાણાકીય વ્યવહારોની તપાસ કરીને કુંદ્રા ચોક્કસ કેટલી રકમની કમાણી કરતો તેની તપાસ હજી ચાલુ છે. અત્યાર સુધી પોલીસે વિવિધ અકાઉન્ટ્સના 7.5 કરોડ રૂપિયા ફ્રીજ કર્યા છે. વિઆન ઇન્ડસ્ટ્રી તથા કેનરીન વચ્ચે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ ટ્રાન્ઝેક્શનની તપાસ હજી ચાલુ છે.

આરોપીઓના ખાતામાં ક્યારે કેટલા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા?
22 ડિસેમ્બર, 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 3 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
25 ડિસેમ્બર, 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
26 ડિસેમ્બર, 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 10 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
28 ડિસેમ્બર, 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 50 હજાર રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
3 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 2 લાખ 5 હજાર રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
10 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 3 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
13 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 2 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
20 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
23 જાન્યુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 95 હજાર રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા
3 ફેબ્રુઆરી, 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 2 લાખ 70 હજાર રૂપિયા HotHit અકાઉન્ટમાંથી આવ્યા

Advertisement