મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રેલ  મંત્રી પીયૂષ ગોયલએ 9 રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને કહ્યું કે 'ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC)' પરિયોજનામાં અડચણોને દુર કરવાનો આગ્રહ કર્યો છે અને કહ્યું કે પરિયોજના પર નજીકની નજર રાખી રહ્યા છે વડાપ્રધાન. ગોયલએ 9 મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં જમીન સબંધિત મુદ્દા, ગ્રામ્ય માગણીઓ અને રાજ્યના અધિકારીઓ દ્વારા ધીમી ગતિથી થતા કામનો મુદ્દો ઉઠાવ્યો છે, જેનાથી 81000 કરોડ રૂપિયાની 'ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (DFC)' પરિયોજનાના કામ પર અસર પડી છે.

આ રાજ્યોને મોકલી ચીઠ્ઠી

રેલવે મંત્રીએ મુખ્યમંત્રીઓને આ બાબતે દખલ કરવા તાકીદ કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા ઊભી થયેલી ચિંતાઓને પગલે ગોયલે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઝારખંડના મુખ્યમંત્રીઓને લખેલા પત્રોમાં જણાવ્યું હતું કે કેવી રીતે સમર્પિત ફ્રેટ કોરિડોર 'લાંબા સમયથી' છે. પેન્ડિંગ મુદ્દો બન્યો છે, જેનું હજુ સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

કોરોનાને કારણે કામમાં થઈ રહ્યું છે મોડું

રેલવે બોર્ડના અધ્યક્ષ વી કે યાદવના અનુસાર વર્તમાનમાં બે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર નિર્માણાધિન છે પશ્ચિમી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડબ્લ્યૂડીએફસી) જે યુપીથી મુંબઈ સુધી અને પૂર્વી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ઈડીએફસી) જે પંજાબના લુધિયાણાથી પશ્ચિમ બંગાળના દાનકુની સુધીના છે અને આ કોરિડોરનું કામ ડિસેમ્બર 2021 સુધી પુરુ કરવાનું હતું પરંતુ હજુ આ તિથિને છ મહિના આગળ એટલે કે જુન 2022 સુધી વધારી દેવાઈ છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની મહામારીને કારણે કામમાં સમય વધુ લાગી રહ્યો છે.

મંત્રીએ ખાસ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વ્યક્તિગત હસ્તક્ષેપ કરીને તેમના રાજ્યમાં આવી રહેલી અડચણોનું સામાધાન લાવવાનો આગ્રહ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં ડીએફસીનો વ્યાપ એક હજાર કિમીથી વધુનો છે. ગોયલે પત્રમાં લખ્યું કે, પ્રધાનમંત્રીએ પરિયોજનાની પ્રગતિ પર જીણવટથી નજર રાખી છે. ડીએફસી એક હજાર કિલોમીટરથી વધુ ઉત્તર પ્રદેશ રાજ્યથી પસાર થઈ રહી છે. જોકે જમીન સંપાદન અને આરઓબી નિર્માણથી સંબંધિત કેટલાક મુદ્દાઓ પર હજુ પણ ઊભા છે. જેનું નિરાકરણ લાવવાની જરૂરિયાત છે જેથી નક્કી કરેલા સમય દરમિયાનમાં આ પરિયોજનાનું કામ પુરુ થઈ શકે.

તેમણે રેલવે સામે આવી રહેલી કેટલીક સમસ્યાઓ અંગે કહ્યું કે જેમાં પુલ પર આધારિત રસ્તો (આરઓબી), આંદોલનના કારણે મુઝફ્ફરનગર, મેરઠ, સહારનપુર જેવા વિસ્તારોમાં જમીન કબ્જામાં લેવામાં મુશ્કેલીઓ, ગ્રામજનો દ્વારા વળતર અને નોકરિઓની માગ, ઉત્તર પ્રદેશ વન વિભાગ દ્વારા પટ્ટા ભાટાની માગ, અને મિર્જાપુર જિલ્લામાં આરઓબીના નિર્માણને લઈને ગ્રામ્ય લોકો દ્વારા વિરોધ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે પત્રમાં આ તમામ મુદ્દાઓ ઉઠાવ્યા છે.

ગોયલએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્રમાં લખ્યું છે કે, જોકે વિવિધ જિલ્લાઓમાં આધારિત મધ્યસ્થતા અને જમીન કબ્જામાં મુશ્કેલીઓ વગેરેને પગલે મોડું થવાથી પરિયોજનાના કામ પર પ્રતિકુળ પ્રભાવ પડી રહ્યો છે. આપ આ બાબતને સમજશો કે યોજનાનું કામ શરૂ કરવા માટે આ મુશ્કેલીઓ દુર કરવી જરૂરી છે.


બિહાર પર છે ખાસ ફોકસ

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને લખેલા પત્રમાં ગોયલે કહ્યું હતું કે, આ રાજ્ય માટે આ પ્રોજેક્ટનો મોટો ફાયદો છે, કારણ કે પૂર્વીય ડીએફસીનો 236 કિમી ત્રિજ્યા ઔરંગાબાદ, કૈમૂર અને રોહતાસ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. જે તમારા રાજ્યમાં રોકાણને આકર્ષિત કરે તેવી સંભાવના છે. તેવી જ રીતે હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્યોમાં પણ રાજ્ય સરકારો દ્વારા આરઓબી માટે જમીન સંપાદન કરવામાં વિલંબ થતાં પ્રોજેક્ટ વિલંબિત થયો છે. રેલવે 1 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્ય સરકારના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરશે.