મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રેલવેએ પોતાની એક ભર્તી પરીક્ષાની પેટર્નમાં મોટો બદલાવ કર્યો છે. ઉત્તર પશ્ચિમ રેલવેની વિભાગીય પરીક્ષા (જીડીસીઈ / એલડીસીઈ) માટે અરજીઓ કરનાર માટે આ મહત્વના સમાચાર છે. આ પરીક્ષા હવે નવા પેટર્ન પ્રમાણે લેવાશે. હવે આ પરીક્ષાના માટે ફક્ત બે કલાકનો સમય મળશે. પહેલા આ પરીક્ષાનો સમય ત્રણ કલાકનો હતો.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, રેલવેના ડેપ્યૂટી સીપીઓ (વેલફેયર) આરકે મીનાએ આ સંબંધમાં ગુરુવારે મોડી સાંજે જયપુર, જોધપુર, બીકાનેર અને અજમેર મંડળને નિર્દેશ પણ કર્યા હતા. રિપોર્ટ અનુસાર, એનડબ્લ્યૂઆરડીયુ ના ઝોનલ ઉપાધ્યક્ષ વિનીત માન અને સંયુક્ત સચિવ સુભાષ પારીકે કહ્યું કે રેલવેએ આ વિભાગીય ભર્તી પરીક્ષામાં પુછાયેલા તમામ સવાલોને હવે વસ્તુનિષ્ઠ (ઓબ્જેક્ટિવ ટાઈપ) કરવાનો નિર્ણય કર્યો છે.

ઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર, અજમેર, જોધપુર અને બીકાનેર મંડળોમાં કર્મચારીઓ નિયુક્તિ થવાની છે. આ સંબંધમાં અલગ અલગ શ્રેણીના કુલ 367 પદો પર ભર્તી માટે થોડા સમય પહેલા અરજીઓ મંગાવાઈ હતી. ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ પણ થઈ ચુકી છે. આ પરીક્ષા મુજબ લેવલ એક અને બે કર્મચારી પોતાનું પદ વધારી શકશે. આ અંતર્ગત જૂનિયર ક્લાર્ક કમ ટાઈપીસ્ટના 60, આસિસ્ટેન્ટ લોકો પાયલટના 93, કોમર્શિયલ ટિકિટ ક્લર્કની 52, સીનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટના 41, સીનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક 75 અને ગુડ્સ ગાર્ડના 46 પદો પર ભર્તીઓ કરવામાં આવશે. આ પદો પર અર્જીઓની અંતિમ તારીખ 17 જુલાઈ નક્કી કરાઈ હતી.