મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ: નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ શનિવારે મુંબઈના દરિયાકાંઠે દરિયાની મધ્યમાં ક્રૂઝ જહાજ પર રેવ પાર્ટીમાં રેડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એક મોટા બોલિવૂડ અભિનેતાના પુત્ર સહિત લગભગ ૧૦ વ્યક્તિઓને રેવ પાર્ટીનો ભાગ હતા. જેમની અટકાયત કરવામાં આવી હતી.

એનસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા તેમને પેસેન્જર ક્રૂઝ શિપમાં આયોજિત રેવ પાર્ટી વિશે માહિતી મળી હતી. જે શનિવારે સાંજે ગોવા જવા રવાના થવાની હતી. એનસીબીના જવાનોએ તે મુજબ ટિકિટ બુક કરાવી હતી અને મુસાફરોના વેશમાં ક્રૂઝ જહાજમાં સવાર થયા હતા. ક્રૂઝ મુંબઈના દરિયાકાંઠેથી નીકળીને મધ્ય સમુદ્રમાં પહોંચતાં જ થોડા મુસાફરોએ ડ્રગ્સની પાર્ટી કરવાનું શરૂ કર્યું હતું. જે પછી એનસીબીના અધિકારીઓએ તેમનું ઓપરેશન શરૂ કર્યું હતું અને તેમને રંગે હાથ પકડ્યા હતા, તેવું સૂત્રએ જણાવ્યું હતું.

Advertisement


 

 

 

 

 

અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોકેઇન અને અન્ય સિન્થેટિક્સ ડ્રગ્સ તેમના કબજામાંથી મળી આવ્યા છે જે રેડ દરમિયાન જપ્ત કરવામાં આવ્યું છે. જહાજના કેપ્ટનને ક્રૂઝને દક્ષિણ મુંબઈના બેલાર્ડ પિયર ખાતેના આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ પર લઈ જવાની સૂચના આપવામાં આવી હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમ તમામ અટકાયતીઓને તેમના સામાન સાથે દક્ષિણ મુંબઈની એનસીબી ઓફિસમાં લઈ ગયા હતા.

એનસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અટકાયતીઓને ટૂંક સમયમાં નજીકની સરકારી હોસ્પિટલમાં તબીબી તપાસ માટે મોકલવામાં આવશે કારણ કે તેનાથી તેમને ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે જાણવામાં મદદ મળશે.

(અહેવાલ સહાભાર: ઇન્ડિયન એક્સપ્રેસ)