મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લોટરી કિંગના નામે ઓળખાતા માર્ટિન સેંટિઆગોના કોયંબટૂર, ચેન્નાઈ, કોલકત્તા, મુંબઈ, દિલ્હી સહિત 70 સ્થાનો પર આયકર વિભાગે રેડ કરી છે. આ રેડમાં ટમને 595 કરોડ રૂપિયાની બીન હિસાબી આવક મળી છે. આ જાણકારી એક વરીષ્ટ ઈન્કમટેક્સ અધિકારીએ શનિવારે એક મીડિયાને આપી હતી.

તે અધિકારીએ કહ્યું કે, રેડમાં ઘણા મહત્વના પુરાવા મળ્યા છે અને માર્ટિને પણ આ વાતનો સ્વીકાર કર્યો છ કે આ 595 કરોડ રૂપિયા થોક વેપારીઓ તરપથી પ્રાઈઝ વિનિંગ ટિક્ટ્સ (પીડબલ્યૂટી)ની હેરાફેરીના માટે મળી હતી. સાથે જ તેમણે વિવિધ ઈન્વેસ્ટમેન્ટ માટે 600 કરોડ રૂપિયાથી વધુની બીન હિસાબી પાવતી હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો છે.

રેડ દરમિયાન 8.25 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. તેમાં 5.8 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરાઈ  અને બાકી રકમ નિષેધાત્મક આદેશ અંતર્ગત રાખવામાં આવી છે. સાથે જ સોના અને ડાયમંડ જ્વેલરી પણ મળી છે. જેની કિંમત અંદાજીત 24.57 કરોડ રૂપિયા હોઈ શકે છે. તેને પણ નિષેધાત્મક આદેશ અંતર્ગત રાખી લેવાઈ છે. કોયંબટૂર સ્થિત બિઝનેસ ગ્રુપ કેટલાક રાજ્યોમાં સરકારી લોટરીનું કામ સંભાળે છે. ગત બે વર્ષમાં એડવાંસ ટેક્સ ચૂંટવવામાં નાકામ રહેતા આવક વેરા વિભાગના નજરોમાં તે આવી ગયો હતો. 70 જેટલા પરિસરમાં રેડ કરવામાં આવી હતી. આ ગ્રુપ ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ખાસ સક્રિય છે અને એક રીતે અહીં તેના લોટરીના વેપારમાં એકાધિકાર છે. આ ગ્રુપ રિયલ એસ્ટેટ અને ફાઈનાન્સ બિઝનેસનું પણ કામ કરે છે. માર્ટિન દ્વારા સંચાલિત એક ફર્મમાં કાર્યરત એક 45 વર્ષિય વ્યક્તિ કોયંબટૂરમાં શુક્રવારે મૃત મળ્યો હતો. આવક વિભાગના અધિકારીઓએ તેની પુછપરછ પણ કરી હતી.