મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મને ગાળો આપે છે ત્યારે તેમને ગળે લગાવી દેવાનું મન થતું હોવાનું જણાવતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, પોતે નરેન્દ્ર મોદીને નફરત કરતા નથી. પરંતુ મોદી સામે લડત આપીને વડાપ્રધાન બનવા નહીં દે. ભુવનેશ્વર ખાતે જાહેરસભા સંબોધ્યા બાદ એરપોર્ટ પર આવેલા રાહુલ ગાંધીએ ફોટો ખેંચવા જતા સીડી ઉપરથી પડી ગયેલા એક ફોટોગ્રાફર પાસે દોડી જઈને હાથ આપી ઉભો કર્યા બાદ ધ્યાન રાખવાનું કહ્યું હતું. આ વીડિયો પણ વાયરલ થયો છે. જે અહીં દર્શાવાયો પણ છે.

રાહુલ ગાંધી આજે ભુવનેશ્વરથી પાછા આવી રહ્યા હતા. ત્યારે એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, પોતે રાજનેતા બન્યા એટલે ભાજપ અને આરએસએસ તરફથી ગાળોની ભેટ આપવામાં આવી રહી છે. મને ગાળો આપતા નરેન્દ્ર મોદીને જોઉં છું તો તેમને ગળે લગાવી દેવાનું મન થાય છે. મોદીના અહંકારનો આડકતરો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. ભાજપ અને કોંગ્રેસમાં આ પાયાનો તફાવત હોવાનું જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રિયંકા ગાંધીની રાજકારણમાં આવવાની વાત ઘણા વર્ષોથી ચાલતી હતી, પરંતુ ત્યારે તેમના બાળકો નાના હોવાથી વિલંબ થયો છે.

આ અગાઉ ભુવનેશ્વરમાં એક જાહેરસભા સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની સાથે ઓરિસ્સા સરકારને આડે હાથ લેતા કહ્યું કે, ભાજપ અને બીજેડીના મોડેલ એકસરખા જ છે. ઓરિસ્સાના સીએમ પટનાયક ભ્રષ્ટાચારના કારણે દબાણમાં મૌન રહી મોદીને સમર્થન આપી રહ્યા હોવાનું જણાવતા રાહુલે કહ્યું કે, નિરંકુશ રહેલા પટનાયકમાં મોદી જેવી નફરત નથી. રોજગારીનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે, યુવાનોને રોજગાર માટે કોઈ નવી તક મળી રહી નથી. ભારતમાં નવા રોજગાર ઉભા કરવાની કોઈ જ સમસ્યા નથી પરંતુ, તેને ટેકનીક અને ઉત્પાદન સાથે જોડવામાં આવતા નથી.

 

#WATCH Congress President Rahul Gandhi checks on a photographer who tripped and fell at Bhubaneswar Airport, Odisha. pic.twitter.com/EusYlzlRDn

— ANI (@ANI) January 25, 2019