મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે બેન્કિંગ સેક્ટરમાં ધંધાદારીઓને દાખલ (NBFCs in Banking Sector)ની ભલામણને લઈને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યા છે કે સરકારે પહેલા કેટલીક મોટી કંપનીઓના દેવા માફ કર્યા અને હવે તેમને જ બેન્ક ખોલવાની પરવાગીઓ આપી રહી છે, જેને પગલે લોકો પોતાની બચતો સીધી તેમની બેન્કોમાં જમા કરશે.

રાહુલ ગાંધીએ લખ્યું કે, ક્રોનોલોજી સમજો, પહેલા કેટલીક મોટી કંપનીઓના દેવા માફ કર્યા, પછી તેમને ટેક્સમાં મોટી છૂટ આપી. હવે તે કંપનીઓની તરફથી ખોલવામાં આવેલી બેન્કોમાં લોકોની બચત નાખવામાં આવશે. સૂટ-બૂટની સરકાર.

તેમના આ ટ્વીટ પર શશિ થરૂરે પણ પ્રતિક્રિયા આપી છે. થરૂરએ કહ્યું કે આ એક મહત્વનું બિંદુ છે. કોંગ્રેસને આર્થિક સુધારવાદી બન્યા રહેવું જોઈએ, ત્યાં જ વિકાસવાદી દિશાના રસ્તા પર પણ બન્યા રહેવું જોઈએ. (કારણ કે આખરે ગ્રોથથી જ સરકારને પોતાના સામાજીક ન્યાયના કાર્યક્રમોમાં મદદ માટે રાજસ્વ મળે છે). ક્રોની કેપિટલિઝમનો વિરોધ થવો જોઈએ.

આપને જણાવી દઈએ કે ગત અઠવાડિયે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના બનાવાયેલા એક આંતરિક કાર્ય સમૂહ (આઈડબ્લ્યૂજી)એ નવી ભલામણ આપી હતી. તે ભલામણોમાં આ ભલામણ પણ શામેલ છે કે બેન્કીંગ વિનિયમન અધિનિયમમાં જરૂરી સંશોધન કરવા મોટા કોર્પોરેટ પરિવારોને બેન્ક શરૂ કરવાનું લાયસન્સ આપી શકાય છે.

આ ભલામણનો વિરોધ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામન રાજન અને પૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પણ કર્યો છે. આ બંને પૂર્વ અધિકારીઓએ સાથે એક લેખ લખ્યો છે. જેને લિંક્ડઈન પર પોસ્ટ કર્યો હતો. આ લેખમાં તેમણે કહ્યું છે કે, કોર્પોરેટ પરિવારોને બેન્ક સ્થાપિત કરવાની મંજુરી આપવાની ભલામણ આજના સમયમાં ચોંકાવનારી છે. બંનેનું માનવું છે કે બેન્કિંગ ક્ષેત્રમાં કોર્પોરેટ પરિવારની સંલિપ્તતા અંગે પણ હજુ અજમાયેલી સીમાઓ પર ટકી રહેવાનું વધુ મહત્વપૂર્ણ છે.