મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સતત ગબડી રહેલા જીડીપી અને કોરોના વાયરસના મામલે કોઈ રાહત મળવાની સ્થિતિને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દરરોજ આંકડાઓના હવાલેથી કેન્દ્રની મોદી સરકાર પર શાબ્દીક પ્રહાર કરે છે. ગત સપ્તાહે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ તરફથી જીડીપી ગ્રોથના અનુમાનને લઈને જાહેર કરાયેલા આંકડાઓને લઈને રાહુલ ગાંધી સતત મોદી સરકારની આલોચનાઓ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે સરકારની અસક્ષમ નીતિઓએ બને જ સ્થિતિઓમાં દેશની હાલત ખરાબ કરી નાખી છે.

રાહુલે સોમવારે એક ટ્વીટમાં આઈએમએફના આંકડાઓને લઈને ફરી સરકાર પર હુમબો બોલ્યો છે. તેમાં ઘણા દેશોની 2020ની જીડીપી ગ્રોથ અને તેની તુલનામાં કોરોનામાં થયેલા મોતના આંકડાઓ દર્શાવ્યા છે. રાહુલે ટ્વીટમાં લખ્યું છે કે, કેવી રીતે કોઈ અર્થવ્યવસ્થાને ઘણું ઝડપથી બર્બાદ કરી રહ્યું છે અને કોવીડથી વધુને વધુ લોકો સંક્રમિત કર્યા છે.

આ લીસ્ટમાં બાંગ્લાદેશ 3.8 ટકા જીડીપી ગ્રોથ અને પ્રતિ મિલિયન પર 34 કોરોનાને કારણે મોત સાથે સૌથી ઉપર છે, ત્યાં જ ભારત -10.3 ટકા જીડીપી ગ્રોથ અને 83 કોરોના મોત પ્રતિ મિલિયન પર સૌથી નીચે દેખાઈ રહ્યો છે. આઈએમએફની આ રિપોર્ટમાં કહેવાયું હતું કે, આ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપી ગ્રોથમાં 10 ટકા જેટલો ઘટાડો થયાનું અનુમાન તો વર્ણવ્યું જ છે સાથે એવું પણ કહ્યું છે કે ભારતની વૃદ્ધી બાંગ્લાદેશથી પણ ઓછી રહેવાની છે.

ગત સપ્તાહે રાહુલે તેને લઈને કેન્દ્ર પર હુમલો બોલ્યો હતો. તેમણે શુક્રવારે એક વધુ ચાર્ટ શેર કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે આગામી નાણાકીય વર્ષમાં અફ્ઘાનિસ્તાનના જીડીપીમાં 5 ટકા અને પાકિસ્તાનના જીડીપીમાં ફક્ત .40 ટકા ઘટાડો જોવા મળશે. રાહુલે ટ્વીટમાં લખ્યું હતું, ભાજપ સરકારની એક વધુ જોરદાર ઉપલબ્ધી. પાકિસ્તાન અને અફ્ઘાનિસ્તાને પણ આપણા કરતાં સારી રીતે કોવીડને હેન્ડલ કર્યું.

આપને જણાવી દઈએ કે, આઈએમએફ વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક (WEO)ની રિપોર્ટ જાહેર કરી કહ્યું હતું કે ભારત દક્ષિણ એશિયામાં ત્રીજા સૌથી ગરીબ દેશ બનવાની તરફ વધી રહ્યું છે. ત્યાં જ રિપોર્ટ મુજબ, કુલ જીડીપીના અનુમાન મામલામાં ભારતથી પાછળ બસ પાકિસ્તાન અને નાપાળ જ છે, ત્યાં જ બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા અને માલદીવ જે ા દેશ ભારતથી આગળ છે. આને લઈને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સતત મોદી સરકાર પર હુમલો કરી રહી છે.