મેરાન્યૂઝ નેટવર્ક.તમિલનાડુઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુના ચૂંટણી પ્રવાસે છે. તેમણે આજે ચેન્નાઈમાં જનસભા સંબોધિ હતી અને ભાજપ તથા અન્નાદ્રમુક પર જોરદાર નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે તમિલનાડુના સીએમ મોદી-શાહના પગે લાગે છે, તેમની સામે નમી પડે છે તે જોઈને ખરાબ લાગે છે. તેમણે કહ્યું કે જ્યારે હું આ બધું જોઉં છું ત્યારે તમિલનાડુના સીએમને પીએમ કંટ્રોલ કરી રહ્યા છે અને સીએમ ચુપચાપ તેમના ચરણોમાં પડી જાય છે હું આ સ્વિકારવા માટે તૈયાર નથી.

રાહુલ ગાંધીએ કહ્યું, મેં એક તસવીર જોઈ કે એક ચૂંટાયેલો વ્યક્તિ અમિત શાહના ચરણોમાં પડે છે, આ પ્રકારનો સંબંધ ભાજપમાં જ સંભવ છે જ્યાં આપને ભાજપના નેતાઓના પગ પકડવા પડે છે, જ્યાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના સામે નમવું પડે છે.

તેમણે કહ્યું કે, જ્યારે હું પ્રધાનમંત્રીને તમિલનાડુના સીએમને કંટ્રોલ કરતાં જોઉં છું, સીએમને ચુપચાપ તેમના ચરણોમાં પડતાં જોઉં છું તો તેને સ્વીકાર કરવા માટે હું તૈયાર નથી. તમિલનાડુના સીએમ અમિત શાહના સામે નમી પડવા ન જોઈએ, પણ તેમણે જે ભ્રષ્ટાચાર કર્યો છે, તેના કારણે તે મજબૂર છે.


 

 

 

 

 

રાહુલ ગાંધીએ ચેન્નાઈમાં કોંગ્રેસ ઉમેદવાર હાસન હારુનના સમર્થનમાં આયોજીત જનસભામાં આ વાત કરી છે. હાસન હારુન વેલાચેરી વિધાનસભા સીટ પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ વગર નામ લીધે ભાજપમાં શામેલ થનારા એક કોંગ્રેસી નેતાની પણ કહાણી કહી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, થોડા સમય પહેલા એક કોંગ્રેસના નેતાએ ભાજપ જોઈન કર્યું, ભાજપના સિનિયર નેતાઓએ તે નેતાને પાર્ટીમાં શામેલ કરાવ્યા. મેં તે સમયે નેતાની અમિત શાહ સાથેની મુલાકાતની તસવીરો જોઈ હતી. ભાજપમાં શામેલ થનારો તે નેતા લોકતાંત્રીક રીતે ચૂંટાયો હતો, પરંતુ સામે સોફા પર બેસેલા અમિત શાહના સામે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલો તે નેતા નમી ગયો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ સમ્માનનો સંબંધ નથી. આ સંબંધ અસમ્માનને દર્શાવે છે. આ સંબંધ અપમાનને દર્શાવે છે. એક ચૂંટાયેલો પ્રતિનિધિ પાવરફુલ શખ્સના પગે પડે છે આ બધું ફક્ત ભાજપમાં જ થઈ શકે છે આ ફક્ત ત્યાં જ શક્ય છે. હું આ જોઈ નથી શક્તો કે આટલી મોટી ભાષા અને સમૃદ્ધ પરંપરા વાળા તમિલનાડુના સીએમ અમિત શાહ અને નરેન્દ્ર મોદીના પગમાં પડે. આ તસવીરો જોઈને મને ગુસ્સો આવ્યો કે એક નેતા આ લોકોની સામે નમી રહ્યો છે અને આ જ કારણ છે કે આજે હું અહીં છું. હું તમિલના લોકો સાથે એક સંબંધ, બરાબરીનો સંબંધ ઈચ્છું છું. હું ચાહું છું કે તમિલનાડુ, તમિલનાડુથી ચાલે, દિલ્હીથી નહીં.