મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જરૂરી ચીજ વસ્તુઓની કિંમતોમાં વધારો, અર્થવ્યવસ્થામાં મંદી અને કૃષિ કાયદાને લઈને ખેડૂતોના પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ સતત સરકાર પર નિશાન તાકી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોના મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોમવારે એક વાર ફરી નિશાના પર લીધી છે. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યું કે, દેશના ખેડૂતોએ માંગી મંડી, પ્રધાનમંત્રીએ થમાવી દીધી ભયાનક મંદી. આપને જણાવી દઈએ કે આકાશ આંબતી મોંઘવારી વચ્ચે દેશની અર્થવ્યવસ્થા આર્થિક સુસ્તી વચ્ચેથી પસાર થઈ રહી છે.

ડુંગળીના વધતા ભાવો પર કંટ્રોલના દાવા

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગત અઠવાડિયે જ ડુંગળીના વધતા ભાવોથી ગ્રાહકોને છૂટકારો મળે તે માટે એક લાખ ટન બફર સ્ટોક ઈશ્યૂ કર્યા સહિત અલગ અલગ પગલા લેવાયા હોવાનું કહ્યું હતું. તોમરે કહ્યું કે, ડુંગળીના વધતા ભાવોનો મામલો સરકારના ધ્યાનમાં છે. નાફેડ પાસે હાજર ડુંગળીનો એક લાખ ટન બફર સ્ટોક ઈશ્યૂ કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું, અમે સમય પહેલા જ દેશથી ડુંગળીની નિકાસ પર રોક લગાવી દીધી છે. જ્યારે તેના આવકના રસ્તા ખોલી દીધા છે.

જાણકારોનું શું માનવું છે.

બટાકા અને ડુંગળીના ભાવ આજે સામાન્ય લોકોની પહોંચથી દુર થઈ રહ્યા છે. કોરોનાને કારણે સામાન્ય લોકો ઉપર પહેલાથી જ સંકટ છે, આ શાકભાજીઓના ભાવમાં આવેલા ઉછાળાથી લોકોની પરેશાનીઓ વધી ગઈ છે. કૃષિ વિસ્તારના જાણકારોનું માનીએ તો તેમના કહ્યા અનુસાર જરૂરી વસ્તુઓની કિંમતોમાં વધારો, મજુરીમાં ઘટાડો અને બેરોજગારીમાં વધારાને કારણે સરકારના રાહતના ઉપાયો છતાં ગરીબ પરિવારોની સ્થિતિ ખરાબ છે. ફક્ત રોજીંદું જમતા મજુરો અને આર્થિક રુપથી નીચે પડી ગયેલા વર્ગ જ નહીં પણ મધ્યમ વર્ગના પરિવારના માટે ગત કેટલાક અઠવાડિયાથી વધી રહેલા ભાવતાલને કારણે કિચન બજેટ પર મોટી અસર જોવા મળી રહી છે. જેની અસર થાળીમાં જોવા મળી રહી છે.