મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ચૌકિદાર ચૌર છે તેવા નિવેદન પર રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી માહોલમાં ગરમી વચ્ચે આવું નિવેદન નિકળી ગયું. કોર્ટમાં દાખલ સોગંદનામામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મારો ઈરાદો કોર્ટના આદેશને ખોટો રજુ કરવાનો ન હતો. રાહુલ ગાંધીએ વ્યક્ત કરેલો ખેદ કોર્ટને મંજુર છે કે નહીં તે અંગે નિર્ણય આવતીકાલે થઈ શકે છે.

મીનાક્ષી લેખીની અવમાનના અરજીને લઈને સુપ્રીમ કોર્ટે ગત દિવસોમાં રાહુલ ગાંધીને નોટિસ ઈશ્યૂ કરી જવાબ માગ્યો હતો.

શું છે મામલો

રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા રજુ કરેલા દસ્તાવેજોની સત્યતા સ્વીકારવાની કરી હતી. જે બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે સાફ કરી દીધું છે કે ચૌકિદાર ચૌર છે. સુપ્રીમ કોર્ટે માન્યું છે કે રાફેલ મામલામાં કોઈને કોઈ ભ્રષ્ટાચાર જરૂર થયો છે.

નવી દિલ્હીથી સાંસદ, ભાજપના નેતા મીનાક્ષી લેખીએ આ પર સુપ્રીમ કોર્ટની અવમાનનાની અરજી દાખલ કરી હતી. જે પર સંજ્ઞાન આપતા કોર્ટે કહ્યું કે અમે તે શબ્દોનો ઉપયોગ ક્યારે કર્યો નથી જે રાહુલ ગાંધીએ કહ્યું એટલે કે અદાલતે ચૌકિદાર ચૌર છે તે વાક્યનો ઉપયોગ કર્યો નથી.

કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, અમે આ સ્પષ્ટ કરીએ છીએ કે રાહુલ ગાંધીએ આ અદાલતનું નામ લઈને રાફેલ સૌદામાં મીડિયા અને જનતામાં જે કાંઈ કહ્યું તે ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે રાફેલ મામલામાં દસ્તાવેજોને સ્વીકાર કરવાની બાબત પર સુનાવણી કરતાં અમે આ પ્રકારની ટીપ્પણી કરવાની તક ક્યારેય મેળવ્યો નથી.