મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: ચીન મુદ્દે સતત કેન્દ્ર સરકારને ઘેરવામાં રહેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાનના સંબોધન પહેલા જ પીએમ મોદીને ચીન મામલા પર સરકારનો પક્ષ અને કાર્યવાહી અંગે જાણકારી મુકવાની અપીલ કરી હતી. રાહુલે ટ્વીટમાં કહ્યું હતું કે, ચીનના સૈનિક લદ્દાખમાં 4 સ્થળો પર બેસેલા છે. નરેન્દ્ર મોદીજી આપ દેશને કહેજો કે ચાઈનાની ફૌજને હિન્દુસ્તાનથી ક્યારે કાઢશો અને કેવી રીતે...

જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ ભાષણમાં ચીન સાથેના મામલાને લઈને કોઈ નિવેદન આપ્યું નહીં. હાલમાં ચીન સાથેની તંગ સ્થિતિમાં એક બાજુ સરકારે ચીની એપ્સને પણ બેન કરવા સુધીના પગલા લીધા છે તો આ મામલા પર સરકાર તરફથી કોઈ નિવેદન કે જાણકારી પ્રાપ્ત થશે તેવી ઘણા લોકોને આશા હતી, જોકે તેવું થયું નહીં. આ પછી કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન તાકવાનું શરૂ કરી દીધું છે. તેમના રાષ્ટ્રજોગ ભાષણના તુરંત પછી રાહુલ ગાંધીએ એક શાયરી શેર કરી કટાક્ષ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે,  इधर उधर की न बात कर, ये बता कि क़ाफ़िला कैसे लुटा, मुझे रहज़नों से गिला तो है, पर तेरी रहबरी का सवाल है।

આ મામલે કોંગ્રેસે કરી મોદીની પ્રશંસા

બીજી તરફ કોંગ્રેસની તરફથી મોદી પર હુમલો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે ઓફિશ્યલ સોશિયલ મીડિયા એકાઉન્ટથી જાણકારી આપી કે, મોદીની તરફથી ચીનની નિંદા કરવાનું તો દુર છે, મોદી ચીનના મામલે દેશવાસીઓ સાથે વાત કરતાં પણ ડરે છે. આ મામલે કોંગ્રેસ તરફથી સોશિયલ મીડિયા પર કહેવાયું કે, અમને એ સાંભળીને ખુશી છે કે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષની સલાહ પર ધ્યાન આપ્યું છે. તેમની સલાહ માનતા ગરીબોને મફત ભોજન આપવાની જોગવાઈનો વિસ્તાર કર્યો છે.