મેરાન્યૂઝ નેટવર્ક, ઇન્દોર: જાણીતા કવિ અને શાયર રાહત ઇન્દોરીનું આજે નિધન થયું છે. તેમણે આજે ટ્વિટ કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. તેમના પુત્ર સતલજ રાહતે જણાવ્યું કે તેમના પિતાને છેલ્લા ચાર-પાંચ દિવસથી બેચેની રહેતી હતી. તેથી કોરોના રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ન્યૂમોનિયા પણ થઇ ગયો હતો. આ સિવાય રાહત ઇન્દોરીને હ્રદય સંબંધિત અને ડાયાબિટિસ પણ હતો. કોરોના બાદ તેમને હાર્ટ એટેક પણ આવ્યો જેથી તેમનું ઇન્દોરની અરબિંદો હોસ્પિટલમાં આજે  દેહાવસાન થયું. તેમની અસંખ્ય શાયરીઓ પ્રખ્યાત છે જેમાં ‘બુલાતી હૈ મગર જાકે કા નહી’ તો બધાએ સાંભળી જ હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાહત ઇન્દોરીનો જન્મ 1 જાન્યુઆરી 1950નો રોજ મધ્ય પ્રદેશના ઇન્દોરના થયો હતો. તેમનું બાળપણ ગરીબીમાં પસાર થયું હતું. તેમણે બરકતુલ્લાહ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી. ભોજ યુનિવર્સિટીએ તેમને ઉર્દૂ સાહિત્યમાં પીએચડીથી સન્માનિત કર્યા હતાં. તેમણે બોલીવુડની ફિલ્મો મુન્નાભાઇ MBBS, મીનાક્ષી, ખુદ્દાર, નારાઝ, મર્ડર, મિશન કશ્મીર, સર, આશિયા સહિત અનેક ફિલ્મોમાં ગીત પણ લખ્યા હતાં.

શ્રદ્ધાંજલિ રૂપે રાહત ઇન્દોરીની કવિતા અહીં પ્રસ્તુત છે.  

बुलाती है मगर जाने का नहीं

ये दुनिया है इधर जाने का नहीं

मेरे बेटे किसी से इश्क़ कर

मगर हद से गुज़र जाने का नहीं

ज़मीं भी सर पे रखनी हो तो रखो

चले हो तो ठहर जाने का नहीं

सितारे नोच कर ले जाऊंगा

मैं खाली हाथ घर जाने का नहीं

वबा फैली हुई है हर तरफ

अभी माहौल मर जाने का नहीं

वो गर्दन नापता है नाप ले

मगर ज़ालिम से डर जाने का नहीं