મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કોરોના સંકટ સમય પર રિઝર્વ બેન્ક દ્વારા મોનેટાઈઝેશન પ્રોગ્રામ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે તેની મોટી કિંમત થાય છે અને આ સમસ્યા સાધારણ સમસ્યા નથી થઈ શક્તી. રાજને કહ્યું કે આર્થિક નબળાઈ વચ્ચે કેન્દ્રીય બેન્ક વધુ રોકડના અવેજમાં સરકારી બોન્ડની ખરીદી કરી રહી છે અને પોતાના દેવાને વધારી રહી છે.

તેમણે કહ્યું કે આ ઉભરતા બજારોમાં કેન્દ્રીય બેન્ક આ પ્રકારે રણનીતિ અપનાવી રહી છે પરંતુ આ સમજવું પડશે કે મફતમાં કાઈ નથી મળતું. સિંગાપોરના ડીબીએસ બેન્ક દ્વારા આયોજીત એક સમ્મેલનમાં રાજને કહ્યું, આરબીઆઈ પોતાની દેવાદારી વધારી રહી છે અને સરકારી બોન્ડ ખરીદી રહી છે. પણ આ પુરી પ્રક્રિયામાં તે બેન્કો સાથે રિવર્સ રેપો રેટ પર દેવા લઈ રહી છે અને સરકારને ઉધાર આપી રહી છે.

આપને જણાવી દઈએ કે બેન્કો પાસે દેવા વેચવા માટે યોગ્ય નાણા છે. રેપો રેટ ઘટાડીને લોન પણ સસ્તી કરાઈ રહી છે, પણ લોકો જોખમ લેવાથી બચી રહ્યા છે. નોકરીની હાલત કફોળી છે, જેને કારણે બચત પર દબાવ વધી રહ્યો છે. તેવામાં બેન્ક પોતાના પૈસા રિઝર્વ બેન્કમાં જમા કરાવે છે. તેમને જે ઈન્ટ્રેસ્ટ રેટ મળી છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. રાજનનું કહેવું છે કે રિઝર્વ બેન્ક આવા નાણા સરકારને ઉધાર આપી રહી છે.

વધુ નોટોની છપાઈની પણ એક લીમીટ હોય છે

વર્તમાન આર્થિક હાલતમાં કેટલાક અર્થશાસ્ત્રી અને વિશ્લેષક રાજકોષીય નુકસાનની ભરપાઈ હાલની સ્થિતિથી લડવાને લઈને વધુ નોટો છાપવાની સલાહ આપી રહ્યા છે. રાજને કહ્યું કે વધુ નોટોની આપૂર્તિની પણ એક સીમા હોય છે અને આ પ્રક્રિયા એક સીમિત સમયગાળા માટે જ કામ કરી શક્તી હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આખરે આ પ્રક્રિયા ક્યારે સમાપ્ત થાય છે? જ્યારે લોકો વધુ નોટોની છપાઈને લઈને આશંકિત થવા લાગે છે, જ્યારે તે તે વાત ની ચિંતા કરવા લાગે છે કે જો દેવા એકત્રીત થયા છે તેને પાછા કરવા પડશે અથ્વા પછી વૃદ્ધીમાં ગતિ આવવાની શરૂ થાય છે અને બેન્ક કેન્દ્રીય બેન્ક પાસે પૈસા રાખવાને બદલે બીજી જગ્યાએ ઉપયોગનો સારો વિકલ્પ જુએ છે.

લોકડાઉન ખુલ્યા પછી દેખાશે અસર

રાજને એ પણ કહ્યું કે ભારતમાં જ્યારે લોકડાઉન પુરી રીતે ખુલી જશે ત્યારે કોર્પોરેટ પર તેની અસલી અસર દેખાવાની શરૂ થશે. આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં દેવા પાછા નહીં થાય. તેમણે કહ્યું કે ધીમે ધીમે આ નુકસાનની ફાયનાન્શિયલ સેક્ટર પર અસર દેખાશે. એવામાં સરકારે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે બેન્કો પાસે સ્થિતિ સાથે લડવા માટે પર્યાપ્ત રકમ હોય. તેને ફાઈનાન્શિયલ સેક્ટરની સમસ્યા બનવા માટે છોડી ન શકાય.