મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આજે અંબાલા એરબેઝ ખાતે 5 રાફેલ લડાકુ વિમાનોની પ્રથમ ટુકડી ઔપચારિક રીતે આજે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. 29 જુલાઇએ પાંચ રાફેલ વિમાનને પ્રથમ શિપમેન્ટ હેઠળ ભારત લાવવામાં આવ્યા હતા. લગભગ 4 વર્ષ પહેલા ભારતે ફ્રાન્સથી 59,000 કરોડમાં 36 રાફેલ વિમાન ખરીદવાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. વાયુસેનાના પ્રવક્તા વિંગ કમાન્ડર ઇન્દ્રનીલ નંદીએ જણાવ્યું હતું કે રાફેલ વિમાનને દળના 17 મા સ્ક્વોડ્રોનમાં સામેલ કરવામાં આવે તે પહેલાં જ તેમને પાણીના છંટકાવ સાથે પરંપરાગત સલામી આપવામાં આવશે.

જુઓ તસવીરોમાં