મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ભિલોડા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતીય બુટલેગરો સ્થાનિક બુટલેગરો સાથે મળી રાજસ્થાન માંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી કટિંગ કરી નાના વાહનો મારફતે રાજ્યમાં અને જીલ્લામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સપ્લાયનો ધંધો ધમધમી રહ્યો છે ગાંધીનગર આર.આર.સેલે ભિલોડાના શોભાયડા ગામ નજીક વિદેશી દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે ત્રાટકી ૧.૩૩ લાખનો વિદેશી દારૂ અને બોલેરો જીપ સહીત સ્વીફ્ટ ડિઝાયર કાર સહીત રૂ.૯૩૩૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા બુટલેગરોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભિલોડાના શોભાયડા ગામ નજીક કાંતિભાઈ સવજીભાઈ કટારાના  ઘર નજીક વિદેશી દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમીના આધારે ગાંધીનગર આર.આર.સેલ ની ટીમ ત્રાટકી ઘર આગળ કમ્પાઉન્ડમાં નંબર વગરની બોલેરો જીપ માંથી ભરેલો વેદેશી દારૂ સ્વીફ્ટ ડિઝાયર કાર (ગાડી.નં-GJ 01 RB 6933 ) માં વિદેશી દારૂનું કટિંગ નિષ્ફળ બનાવ્યું હતું. પોલીસે જીપ,કાર અને ઢાળિયામાં છુપાવી વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-૫૮૬ કિં.રૂ.૧૩૩૬૦૦/- નો જથ્થો જપ્ત કરી બોલેરો જીપ કિં.રૂ.૪૦૦૦૦૦/- તથા સ્વીફ્ટ ડિઝાયર કાર કિં.રૂ.૪૦૦૦૦૦/- મળી કુલ.રૂ.૯૩૩૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસ રેડ જોઈ ફરાર કાંતિભાઈ સવજીભાઈ કટારા (રહે,શોભાયડા) અને બીજા ૫ થી ૭ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.