મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મંગળવારે પીએમ મોદીએ પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન કર્યું હતુ. ત્યારે આ ઉદઘાટનને પગલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ વાય. સત્ય કુમાર સહિત અનેક ટ્વિટર યુઝર્સે એક તસવીર શેર કરી હતી. જેમાં પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અનેક ફાઇટર જેટ્સની સામે ઉભા હતા અને આ ફાઈટર જેટ ભારતીય ધ્વજના નારંગી, સફેદ અને લીલા રંગના ધુમાડો છોડી રહ્યા હતા.

Advertisement


 

 

 

 

 

ફાઇટર જેટ્સનો ફોટો ખરેખર કેસીકેમેટ એરશોનો છે, જે ઓગસ્ટ 2008માં હંગેરીમાં યોજાયો હતો. આ શો હંગેરીના કેસીકેમેટમાં ઇટાલિયન વાયુસેનાની પ્રખ્યાત એરોબેટિક્સ ડેમોન્સ્ટ્રેશન ટીમ દ્વારા ફ્રાન્સનો ત્રિરંગી ફ્લેગ રજૂ કરવામાં આવ્યો હતો. આ ફોટો શટરસ્ટોક વેબસાઇટ પરથી લેવામાં આવ્યો છે.

ટ્વિટર ઉપર ઘણા બધા એકાઉન્ટમાં આ ફોટો મુકીને પ્રધાન મંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને અભીનંદન પાઠવ્યા હતા.

(અહેવાલ સાભારઃ ધ પ્રિન્ટ)