મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ આદર્શ અને મોડેલ પંચાયત પુંસરીના પૃર્વ સરપંચ. હિમાંશુ પટેલે સરપંચો સાથે સંવાદ કરી જુદા જુદા વિષયો પર માહીતી મેળવી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે યોજનાઓ બનાવી છે. તેનો વાસ્તવિક ગામડા અને લાભાર્થી સાથે કેટલો અમલ થાય છે અને બનાવેલી યોજનામાં શું ખામીઓ છે. તેનો અભ્યાસ માટે કેન્દ્ર સરકાર અને રાજયના સચિવ કક્ષાના ૩૦ જેટલાં અધિકારીઓ આજે પુંસરી ગામની મુલાકાત લીધી હતી અને ગુજરાતમાં સરપંચો સાથે સંવાદ કરતાં અને રોડ મોડલ આદર્શ સરપંચ હિમાંશુ પટેલ સાથે મુલાકાત કરી હતી અને યોજનાઓ વિશે જાણકારી મેળવી હતી.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અમલમાં મુકેલ નાણાંપંચ,પ્રધાનમંત્રી આવાસ યોજના, કિસાન સન્માન નિધિ, આરોગ્યની યોજનાઓ, આંગણવાડીની યોજનાઓ વધુ લોકભોગ્ય કેવી રીતે બનાવવી શકાય તે માટે કેન્દ્ર સરકારના જુદા વિભાગના સચિવનું બનેલું પ્રતિનિધિત્વ મંડળ તલોદ તાલુકાના પુંસરી ગામે મુલાકાત માટે આવ્યા હતા. આ પ્રતિનિધિત્વ મંડળમાં કેન્દ્ર સરકાર ઉપરાંત તામિલનાડુ, રાજસ્થાન, દીવ, આ રાજ્ય ઉપરાંત ઉત્તર પ્રદેશના સચિવો પ્રતિનિધિત્વ મંડળમાં જોડાયા હતા. આ  ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિત્વ મંડળે પુંસરીના માજી સરપંચ અને આદર્શ ગામ યોજના હેઠળ સરપંચ સંવાદ કરતાં હિમાંશુ પટેલ સાથે દરેક યોજનાની વાસ્તવિક પરિસ્થિતિ અને સુધારા વધારાના સૂચનો મેળવવા હતા. પુંસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ની મુલાકાત લીધી અને સંતોષ વ્યક્ત કર્યો હતો. આ  પ્રસંગે નાયબ જીલ્લા વિકાસ અધિકારી દેસાઈ, મામલતદાર, અગરસિંહ તાલુકા વિકાસ અધિકારી પટેલ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડામોર અને પુંસરી સરપંચ સુનંદા બેન પટેલ  સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

(સહાભારદિપકસિંહ રાઠોડ, સાબરકાંઠા)