મેરાન્યૂઝ નેટવર્ક.પંજાબ: બુધવારે પંજાબ નાગરિક ચૂંટણીઓનાં પરિણામોમાં કોંગ્રેસને ધરખમ વિજય મળ્યો. કોંગ્રેસે સાત મહાનગરપાલિકાઓ જીતી લીધી છે. ગુરુવારે મોહાલી કોર્પોરેશનનું પરિણામ આવશે. આ ચૂંટણીઓ શિરોમણિ અકાલી દળ માટે ખૂબ નિરાશાજનક હતી. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી ઘણી જગ્યાએ પોતાનું ખાતું પણ ખોલી શકી નથી. આમ આદમી પાર્ટી પણ આ વખતે કંઇ ખાસ કરી શકી નથી.
પંજાબ મ્યુનિસિપલ ચૂંટણી માં કોંગ્રેસ પાર્ટીનો જોરદાર ડંકો વાગ્યો છે. બુધવારના જાહેર કરવામાં આવેલા પરિણામોમાં નગર નિગમ અને નગર પંચાયતોમાં કોંગ્રેસ પાર્ટીનો દબદબો જોવા મળ્યો. કૉંગ્રેસ પાર્ટીએ બાટલા, ભટિંડા, મોગા, કપૂરથલા, પઠાણકોટ નગર નિગમમાં જીત મેળવી છે. કૉંગ્રેસે અત્યાર સુધી 98 મ્યુનિસિપલ કાઉન્સિલમાં જીત નોંધાવી છે. આ મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો એ માટે પણ ખાસ છે, કારણ કે કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂત આંદોલનની શરૂઆત પંજાબથી જ થઈ હતી. આવામાં આને કૃષિ કાયદાઓ પર એક લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યું હતુ.
 
 
 
 
 
કપૂરથલા મ્યુનિસિપલ કાઉન્સિલ: કોંગ્રેસ 37, અકાલી દળ 1, બીજેપી 11, અપક્ષ 1
મોગા મ્યુનિસિપલ કાઉન્સિલ: કોંગ્રેસ 20, અકાલી દળ 15, બીજેપી 1, AAP 4, અપક્ષ 10
બાટલા મ્યુનિસિપલ કાઉન્સિલ: કોંગ્રેસ 35, અકાલી દળ 6, બીજેપી 4, AAP 3, અપક્ષ 1
અબોહર મ્યુનિસિપલ કાઉન્સિલ: કોંગ્રેસ 49, અકાલી દળ 1
કોંગ્રેસ નેતા મનપ્રીત સિંહ બાદલે પણ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ભટિંડામાં પણ કોંગ્રેસ પાર્ટીની જીત થઈ છે. આ લગભગ 53 વર્ષ બાદ થયું છે જ્યારે ભટિંડામાં કોંગ્રેસ પાર્ટીનો મેયર બનશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભટિંડા મ્યુનિસિપલ કાઉન્સિલમાં શિરોમણિ અકાલી દળનો કબજો હતો. આ વખતની મ્યુનિસિપલ ચૂંટણી ખેડૂત આંદોલન દરમિયાન થઈ રહી છે. કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાઓની વિરુદ્ધ પંજાબથી જ આંદોલનની શરૂઆત થઈ હતી. અહીં અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટીનો પણ જોરદાર વિરોધ થયો હતો.
History has been made today!
— Manpreet Singh Badal (@MSBADAL) February 17, 2021
Bathinda will get a Congress Mayor for the 1st time in 53 years!
Thank you to ALL Bathinda residents.
Congratulations to the people of Bathinda for a spectacular victory.
Kudos to all Congress candidates and workers, who toiled for this day. pic.twitter.com/Xvczq5MjfU
 
 
 
 
 
2022માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી
ઉલ્લેખનીય છે કે પંજાબમાં 14 ફેબ્રુઆરીના મ્યુનિસિપલ ચૂંટણી માટે વોટ નાંખવામાં આવ્યા હતા. આ વખતે 71 ટકા મતદાન થયું હતુ. ચૂંટણીમાં કુલ 9222 ઉમેદવારોએ કિસ્મત અજમાવ્યું હતુ. રાજ્યમાં સૌથી વધારે ઉમેદવાર અપક્ષના હતા, જ્યારે રાજકીય દળોમાંથી સૌથી વધારે કૉંગ્રેસે (2037) ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યારે બીજેપીએ ફક્ત 1003 ઉમેદવારો જ મેદાનમાં ઉતાર્યા હતા. પંજાબમાં 2022માં વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે, આવામાં આ પરિણામો ઘણા મહત્વના છે.