મેરાન્યૂઝ નેટવર્ક.ચંદીગઢઃ ત્રણ મુખ્ય કૃષિ બિલ સામે પંજાબના ખેડૂતોએ આંદોલન તેજ કરી દીધું છે. આજે ગુરુવારથી ખેડૂતોએ રાજ્યમાં ત્રણ દિવસનું રેલ રોકો આંદોલન શરૂ કર્યું છે. અમૃતસર, ફિરોજપુર જિલ્લામાં ખેડૂતો રેલવે ટ્રેક પર ધરણા પર બેસી ગયા છે. દિલ્હી તરફ જતી અને આવતી ગાડીઓમાં સમસ્યાઓ ઊભી થઈ છે. ખેડૂતોએ 25મી સપ્ટેમ્બરે એટલે કે શુક્રવારે રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યું છે. આ કારણે ફિરોજપુર રેલ મંડળએ 14 ટ્રેન રદ્દ કરી દીધી છે. આ પછી એક ઓક્ટોબરથી અનિશ્ચિતકાળ સુધી ખેડૂતોએ બંધનું આહ્વાન કર્યું છે.

કોરોનાની મહામારી વચ્ચે પંજાબમાં વધતા ખેડૂતોના વિરોધ પ્રદર્શનોથી ખબર પડે છે કે સંસદમાં બિલ ભરે પાસ થઈ ગયું હોય, ખેડૂતો તેને સ્વીકાર કરવાના મૂડમાં નથી. ખેડૂતોને ચિંતા થઈ રહી છે કે જો આ વખતે મંડીની બહારથી ખરીદી શરૂ થઈ ગઈ તો તેમને ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) પ્રણાલીથી હાથ ધોવો પડી શકે છે.

અમૃતસરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને તેમના પરિવારના તમામ લોકો, બાળકો, વૃદ્ધો સહિત આજે સવારે જ નજીકની રેલવે ટ્રેક પર જઈને બેસી જવામાં આવ્યું. એક ખેડૂતે ન્યૂઝ ચેનલ એનડીટીવી સાથે વાત કરતાં કહ્યું કે, સરકાર ખેડૂતો સાથે વાત કરવા નથી માગતી. જો અમે આ કાયદાનો સ્વીકાર નથી કરતાં તો તેમને જમીન પર લાગુ કરી શકાય નહીં. અમે લડતા રહીશું, આ લડાઈ 2, 5 કે 10 વર્ષ સુધી પણ ચાલી શકે છે. સરકાર એ ન વિચારે કે દેશના ખેડૂત અને મજુરો આ બિલનો સ્વીકાર કરી લેશે.

ખેડૂતોએ આ ચેતવણી આપી છે કે જો સરકાર આ બિલોને પાછા નહીં લે તો તેમનું આદોલન વધુ ઉગ્ર બનશે. દેશમાં ચોખા અને ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં પંજાબ અને હરિયાણાનો સમાવેશ થાય છે અને તે ખેડૂતો આ બિલોનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના આદોલનને જોતા રેલવેએ 24 અને 26મી સપ્ટેમ્બર સુધી પંજાબમાં રેલના પૈડા થંભાવી દીધા છે. 24 અને 26મી સપ્ટેમ્બર સુધી કોઈ પણ યાત્રી તથા પાર્સલ ટ્રેન પંજાબ નહીં જાય. ટ્રેનને અમ્બાલા કૈંટ, સહારનપુર અને દિલ્હી સ્ટેશન ટર્મિનેટ કરવામાં આવશે. અમ્બાલા-લુધિયાણા અને અમ્બાલા-ચંદીગઢ રેલમાર્ગ બંધ રહેશે. ત્રણ દિવસોમાં 34 ટ્રેનને શોર્ટ ટર્મિનેટ, રદ્દ તથા રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. તેમાં 26 યાત્રી ટ્રેન છે જ્યારે 8 પાર્સલ ટ્રેનનો સમાવેશ થાય છે.