મેરાન્યૂઝ નેટવર્ક.ગુરદાસરપુરઃ ચાર ચરણોની ચૂંટણી બાદ દેશની ૭૦ ટકા લોકસભા સીટો પર મતદાન થઈ ચુક્યું છે. હવે પાંચમા ચરણના માટે રાજનૈતિક દળોએ પોતાની તાકાત લગાવી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની તાબડતોબ તૈયારી ચાલી રહી છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ, મહાગઠબંધન, સપા બસપા ગઠબંધન સહિત તમામ નાના મોટા દળો જનસભાઓ અને રેલીઓના કાર્યક્રમમાં લાગ્યા છે. ત્યાં પંજાબના ગુરદાપુરમાં સની દેઓલે રોડ શો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ સીટ પર ઉમેદવાર દેઓલ છે. સાધવી પ્રજ્ઞા ઠાકુરે ચૂંટણી આયોગથી માગ કરી છે કે તેમના પર લગાવાયેલા ૭૨ કલાકના પ્રચાર પ્રતિબંધને ઘટાડીને ૧૨ કલાકનો કરી દેવાય. પંજાબના ગુરદાસપુરથી ભાજપના ઉમેદવાર સની દેઓલએ ગુરુવારે ગુરુદ્વારા ડેરા બાબા નાનકમાં શીશ નમાવ્યું હતું. સની દેઓલ સતત લોકસભા વિસ્તારમાં જનસંપર્કમાં લાગી ગયા છે. ઉત્સાહી લોકો હેડપંપ લઈને પહોંચ્યા હતા. સનીએ હેડપમ્પ પણ ઉચક્યો હતો.

બીજી તરફ પીએમ મોદી અને અમિત શાહ પર આચારસંહિત્તા ઉલ્લંઘનના આરોપને લઈને કોંગ્રેસ સાંસદ સુસ્મિતા દેવની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી થશે. સુસ્મિતાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ, ચૂંટણી આયોગને કાર્યવાહીના નિર્દેશ આપે. મંગળવારે કોર્ટે ચૂંટણી પંચને નોટિસ આપી હતી, જે પછી ચૂંટણી પંચે પીએમ મોદી અને તેમના બે ભાષણો પર ક્લિન ચીટ આપી દીધી હતી. ગુજરાતના અમદાવાદની એક કોર્ટે ભાજપ અઘ્યક્ષ અમિત શાહને 'હત્યારોપી' કહેવાના મામલામાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. જ્યાં ચૂંટણી પંચે રાહુલ ગાંધીને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પર ટિપ્પણીને લઈને નોટિસ ઈશ્યૂ કરી છે.