મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મહારાષ્ટ્રના પુણે જિલ્લો હાલ દેશમાં કોરોનાના સૌથી વધુ કેસથી ત્રસ્ત છે. અહીં સંક્રમણના કેસ ખુબ ઝડપી વધી રહ્યા છે. જે પછી તંત્રએ અહીં એક અઠવાડિયા માટે કરફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે તંત્રએ ખાસ અઠવાડિયા માટે રોજ 12 કલાકના કરફ્યૂની જાહેરાત કરી છે. શનિવારે સવારે છ વાગ્યાથી આ આદેશ લાગુ પડશે. આગામી શુક્રવારે ફરી સ્થિતિનો તાગ લેવાશે તે પછી આ આદેશની સમીક્ષા કરવામાં આવશે.

પુણેના ડિવિઝનલ કમિશનર સૌરભ રાવે શુક્રવારે બપોરે કહ્યું કે આગામી 7 દિવસો સુધી હોટલ, બાર, શોપિંગ મોલ, મૂવિ થિએટર અને ધાર્મિક સ્થળ નહીં ખુલે. આ સમયમાં ભોજન, દવાઓ અને બીજી જરૂરી સેવાઓની બસ હોમ ડિલીવરીની પરવાનગી રહેશે.

આપને જણાવી દઈએ કે હાલ દેશમાં કોરોનાના સૌથી વધુ હેરાન થયેલા જિલ્લાઓમાંથી એક છે. ગુરુવાર મોડી રાત્રે જિલ્લામાં સંક્રમણના 8,011 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ સંક્રમણના કેસ લગભગ 5.5 લાખ થઈ ગયા છે. એવું સતત બીજી વાર હતું જ્યારે પુણેમાં 8000થી વધુ સંક્રમણના કેસ આવ્યા હોય. બુધવારે અહીં 8605 નવા કેસ આવ્યા હતા. જે ડિસેમ્બર 2019માં મહામારી શરૂ થવા પછીથી સૌથી ઊંચો આંકડો છે.


 

 

 

 

 

અધિકારીઓએ કહ્યું કે નવા કેસમાં સૌથી વધુ કેસ 4103 પુણે નગર નિગમના અધિકારક્ષેત્રમાં આવનારા વિસ્તારોમાં મળ્યા છે, જ્યાં કુલ કેસ વધીને 2,73,446 થઈ ચુક્યા છે.

પુણેના મેયર મુલીધર મોહોલે ખાનગી હોસ્પિટલને આદેશ આપીને કહ્યું કે તે પોતાના 80 ટકા બેડ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે આ ઉપરાંત હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધિતોની ફરિયાદોનું સમાધાન કરવા માટે ખાસ રીતે અધિકારીઓની તૈનાતી કરવામાં આવી ગઈ છે. તેમણે કહ્યું કે હાલના લોકડાઉન લગાવવાની ઘણી જરૂર નથી. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને વેક્સીનેશન ડ્રાઈવને ઝડપી કરવાની છે, જે પહેલા પણ કરાઈ રહ્યું છે.