મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગરઃ શ્રીનગરના પુલવામામાં પોલીસ, સેના અને સીઆરપીએફની મદદથી એક મોટો આતંકી હુમલો થવાથી બચી ગયો હતો. સુરક્ષાદળોએ આઈઈડીથી લાદેલી સેન્ટ્રો કારને સમય રહેતા ટ્રેક કરી લીધી અને તેને ડિફ્યૂઝ કરી દીધી. જોકે કાર ડ્રાઈવર આતંકી સ્થળ પરથી ફરાર થઈ ગયો જેની શોધ કરાઈ રહી છે. કશ્મીર પોલીસ આઈજી વિજય કુમારે કહ્યું કે આ ષડયંત્ર પાછળ મુખ્ય રુપે જૈશ-એ-મહોમ્મદનો હાથ હતો. જેમાં હિજબુલ મુજાહિદ્દીન પણ તેને મદદ કરી રહ્યું હતું. સુરક્ષાદળોએ કેવી રીતે આતંકીઓના ઈરાદાઓ પર પાણી ફેરવ્યું આવો વિસ્તારથી જાણીએ.

આઈજી વિજય કુમારે પત્રકાર પરિષદમાં કહ્યું કે, અમને ગત એક સપ્તાહથી ઈનપુટ મળી રહ્યા હતા કે જૈશ-એ-મહોમ્મદ અને હિજબુલ મળીને આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં છે. તેમાં તે એક કાર બોમ્બનો ઉપયોગ કરવાના છે. તે પછી તમામ એજન્સીઓ ચેતવી ગઈ હતી. ગઈકાલે આ ઈન્ફર્મેશન કન્ફર્મ થઈ ગઈ. તે પછી સાંજે પુલવામા પોલીસે સીઆરપીએફ, સેનાને કારને ટ્રેક કરીને ઘણા સ્થાનો પર નાકા લગાવ્યા.

અંધારામાં ભાગી ગયો આતંકી

આઈજીએ કહ્યું, નાકા પાર્ટીએ વોર્નિંગ ફાયર કર્યું જે પછી આતંકીઓએ ગાડી ફેરવીને ભાગવાનો પ્રયત્ન કર્યો, જે પછી બીજી વોર્નિંગ અપાઈ હતી જેમાં આતંકી અંધારામાં ચકમો આપવામાં સફળ થઈ ગયો હતો અને કાર ત્યાં જ છૂટી ગઈ હતી. અમારી પાર્ટીએ દુરથી જોયું અને સવાર થવાની રાહ જોઈ. સવારે સેના સાથે બોમ્બ ડિફ્યૂઝલની ટીમ ત્યાં પહોંચી અને બોમ્બની માહિતી મેળવી, તે પછી વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને બોમ્બને સુરક્ષિત રીતે ડિફ્યૂઝ કર્યો હતો. આમ મોટી દુર્ઘટના ટળી હતી.

જંગ એ ભદ્રના દિવસે જ થવાનો હતો હુમલો

આઈજીએ કહ્યું કે, અમારા પાસે ઈન્પુટ્સ હતા કે જૈશ એ મહોમ્મદનો આતંકી આ કાર્યવાહીને કરવાનો હતો અને આ જંગ એ ભદ્રના દિવસે કરવાનો હતો. જોકે સેનાએ તેના પર સેનાની કડક નજર હતી અને ઘણું બધું ધ્યાનમાં રખાયું હતું. સેનાના ઓપરેશનને પગલે તે આ કમ ન કરી શક્યા, સવારથી આ માહિતી આવવા લાગી હતી. આદિલ ડાર જે હિજબુલ મુજાહિદ્દીનનો આતંકી છે, જૈશના સાથે પણ રહે છે. જૈશના ફૌજી ભાઈ જે પાકિસ્તાન કમાન્ડર છે, તેને મળીને આ ઘટનાને અંજામ આપવાના હતા.

40થી 45 કિલો સુધીનો વિસ્ફોટક હતો.

આઈજીએ એવું પણ જણાવ્યું કે, વિસ્ફોટમાં નાઈટ્રેટ સોલ્ટ, યૂરિયા નાઈટ્રેટ અને નાઈટ્રોગ્લિસરીનનો ઉપયોગ કરાયો હતો. શરૂઆતી ઈન્પુટ હતા કે કારમાં 25 કિલો સુધીનો વિસ્ફોટક હોઈ શકે છે પરંતુ જે હિસાબથી વિસ્ફોટ થવાને બાદ કાટમાળ પચાસ મીટર સુધી ઉપર ગયો તેનાથી અંદાજ આવે છે કે વિસ્ફોટક 40ખી 45 કિલો સુધી હશે.