મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પુલવામા હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપમાં થનારી મેચ પર લોકોની મીટ મંડાઈ હતી. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે નારાજગી અને ઘૃણાના માહોલ વચ્ચે થોડા જ સમયમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)નું તેના સાથે કોઈ લેવા-દેવાનું નથી. જો આપણી સરકારને લાગશે કે આપણે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ તો આપણે નહીં રમીએ. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઈ સુધી વર્લ્ડ કપ મેચ રમાનારી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જો પાકિસ્તાનથી મેચ નહીં રમાય તો તેને અંક મળી જશે. સાથે જ, ફાઈનલમાં જો ભારત-પાક એક બીજાની સામે આવે અને મેચ નહીં રમાય તો પાકિસ્તાની ટીમ વગર રમે જ વર્લ્ડ કપ વીનર બની જશે.