મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ: હિન્દુત્વનો રાગ આલાપીને ખોબલે ખોબલે મેળવી સત્તાના સિંહાસને બિરાજનાર ભાજપ સરકારના શાસનમાં કસાઈઓને ખુલ્લો દોર મળ્યો છે કસાઈઓ પશુપાલકોના ઘર આંગણે બાંધેલી ગાયો સહીત પશુઓની બિન્દાસ્ત પણે ચોરી કરી કતલખાને ધકેલી દેતા હોય છે અરવલ્લી જીલ્લામાં ગેરકાયદેસર કતલખાનાઓમાં મોટા પ્રમાણમાં ગૌહત્યા થઈ રહી છે અને ગૌમાસ અમદાવાદ સહીત ગુજરાત ભરમાં નિકાસ કરવામાં આવે છે.

બાયડ તાલુકાના સાઠંબા ગામની નવી વસાહતમાં ધમધમતા ગેરકાયદેસર કતલખાનામાં ગૌ હત્યા કરી ગૌ માંસ વેચાણ થતું હોવાની બૂમો ઉઠતા જાગૃત યુવાનોએ જનતારેડ કરતા કસાઈઓ નાસી છૂટ્યા હતા ગૌ માંસ મળી આવતા યુવકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ અંગે સાઠંબા પોલીસને જાણ કરતા જનતારેડની જાણ થતા દોડતી થઈ  હતી અને ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.

સાઠંબા ગામની નવી વસાહતમાં ગેરકાયદેસર કતલખાનામાં કેસાઈઓની હિમ્મત વધતા છેલ્લા કેટલાક સમયથી પશુઓની સાથે ગૌ હત્યા કરી ખુલ્લેઆમ ગૌ માંસ વેચાણ શરુ કરવામાં આવતા હિન્દૂ સમાજની લાગણી દુભાતા ગેરકાયદેસર કતલખાનું બંધ કરવામાં આવેની માંગ છતાં બિન્દાસ્ત બનેલ કસાઈઓ કોઈને ગાંઠતા ન હતા પોલીસતંત્ર જાણે આંખો બંધ કરી દીધી હોય તેમ ગેરકાયદેસર કતલખાના અંગે બેધારી નીતિ અપનાવતા ન છૂટકે જાગૃત યુવકોએ જનતારેડ કરતા ગેરકાયદેસર કતલખાના માંથી ગૌ હત્યાના કરાયાના પુરાવા અને ગૌ માંસ મળી  આવતા યુવકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો જનતારેડના પગલે પીએસઆઈ રાઓલ અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ચોપડે ગેરકાયદેસર કતલખાના અંગે કે પછી ગૌ વંશ હત્યા અંગે કોઈપણ પ્રકારનો ગુન્હો નોંધાયો ન હોવાનું સાઠંબા પોલીસસ્ટેશનના પીએસઓ એ જણાવ્યું હતું.

સાઠંબા પીએસઆઈ ગેરકાયદેસર કતલખાના અંગે જણાવ્યા અનુસાર

સાઠંબા પીએસઆઈ રાઓલ ને નવી વસાહતમાં ગેરકાયદેસર કતલખાનામાં  ગૌ હત્યા થતી હોવાની આશંકાએ જનતારેડ માં ગૌ માંસ અને ગાયની હત્યા કરાયેલ અવશેષો મળી આવ્યા હોવા અંગે ટેલિફોનિક પૂછપરછ કરતા તપાસ ચાલુ હોવાનો રાગ આલાપી ફોન કટ કરી દીધો હતો.