મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ : તાજેતરમાં ગુજરાતના ડીજીપી શીવાનંદ ઝા દ્વારા 76 જેટલા પોલીસ સબઈન્સપેકટરોની બદલી કરી હતી, જો કે બદલીના આદેશમાં પેટા ચુંટણીનું કારણ આપવામાં આવ્યુ પરંતુ જે પોલીસ સબઈન્સપેકટરોની બદલી થઈ જેમાં 40 જેટલા પોલીસ ઈન્સપેકટરો 2010ની બેંચની છે જેમને પોલીસ ઈન્સપેકટર તરીકે બઢતી આપવા માટેની ડીપાર્ટમેન્ટ પ્રમોશન કમિટી પણ મળી ગઈ છે અને સંભવ છે કે એકાદ સપ્તાહમાં તેમને ઈન્સપેકટર તરીકે બઢતી મળી શકે છે, હવે જેમને એક સપ્તાહ બાદ પ્રમોશન મળી રહ્યા છે જેમની બઢતી સાથે બદલી પણ કરવી પડે તેવા સંજોગોમાં એક સપ્તાહમાં માટે આ 2010ની બેંચના પીએસઆઈની કેમ બદલી કરવામાં આવી  તે સમજવુ જરૂરી છે.

2010ની બેંચના જે પોલીસ સબઈન્સપેકટરોની બદલી કરવામાં તે પૈકીના મોટા ભાગના પીએસઆઈ એક જ સ્થળે પાંચથી આઠ વર્ષ સુધી એક જગ્યાએ ફરજ બજાવતા હતા, સામાન્ય રીતે દર ત્રણ વર્ષે બદલી થાય છે પરંતુ લાંબો સમય એક જ સ્થળે નોકરી કરનાર પીએસઆઈ પાસે જુદા જુદા પ્રકારની વગ હોવાને કારણે તેઓ પોતાની પસંદગીની જગ્યા ઉપર લાંબો સમયથી હતા, હવે આ પીએસઆઈને ઈન્સપેકટર તરીકે બઢતી મળી રહી છે ત્યારે તેમની બદલી ફરજીયાત હતી, પણ ડીજીપી દ્વારા એક ગણિત માંડવામાં આવ્યુ જેમાં આ આધિકારીઓ પોતાની મુળ જગ્યા ઉપર અથવા તે જ શહેરમાં પાછા ફરે તે માટે આ પીએસઆઈની એકાદ સપ્તાહમાં માટે બદલી કરી દેવામાં આવી જેથી તેમના સર્વિસ રેકોર્ડમાં બદલીના નવા સ્થળની નોંધ થઈ જાય.

હવે જયારે સપ્તાહમાં જયારે આ સબઈન્સપેકટરો ઈન્સપેકટર તરીકે બઢતી મેળવે એટલે તેમની બદલી કરવી અનિર્વાય છે તેવા સંજોગોમાં તેઓ જે શહેરમાંથી  અથવા જે એજન્સીમાંથી આવ્યા હતા ત્યાં તે સ્થળે ઈન્સપેકટર તરીકે તેમને મુકી દેવામાં આવે , આમ દેખીતી રીતે બઢતી સાથે બદલી થઈ હોય તેવુ લાગે. આ પોલીસ સબઈન્સપેકટરની બદલીમાં સુચક બાબત એવી હતી કે ડીજીપી દ્વારા બદલીના આદેશમાં માત્ર જે તે શહેર અથવા જિલ્લામાં બદલીનો આદેશ કરવામાં આવે છે ત્યાર બાદ કમિશનર અથવા ડીએસપી પોતાને ત્યાં આવેલા અધિકારીને પોલીસ સ્ટેશન અથવા એજન્સી ફાળવે છે પરંતુ આ બદલીમાં ડીજીપી દ્વારા કેટલાંક પીએસઆઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં મુકવા તેવો સુચક ઓર્ડર પણ કર્યો હતો.