પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આમ તો પોલીસનું કામ જ સામાન્યમાં સામાન્ય માણસને મદદ કરવાનું છે. કોઈ પણ પોલીસ અધિકારી આખરે માણસ છે. પોલીસ અધિકારી પણ માણસ તરીકે બીજાની વેદના સમજે છે. અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબઈન્સપેકટર વનરાજસિંહ ડોડીયા કહે છે કે હું 2018માં પોલીસમાં ભરતી થયો ત્યારે શારિરીક પરિક્ષાની તૈયારી માટે અમારા ગામમાં કોઈ વ્યવસ્થા ન્હોતી, હું રનીંગની પ્રેક્ટીસ રસ્તા ઉપર અને મારા ખેતરમાં કરતો હતો પણ હવે રસ્તા ઉપર ઉદ્યોગોને કારણે ટ્રાફિક વધી ગયો છે અને રસ્તા ઉપર દોડવુ શરિરને પણ નુકસાન કરે છે.

Advertisement


 

 

 

 

 

મૂળ મોરબી જિલ્લાના ટંકારાના હડમતીયા ગામના વતની વનરાજસિંહ ડોડીયાને જાણકારી મળી કે તાજેતરમાં આવેલી પોલીસ ભરતીમાં તેમના ગામના અનેક યુવાનોએ અરજી કરી છે અને તૈયારીઓ કરી રહ્યા છે. પીએસઆઈ ડોડીયાને યાદ આવ્યું કે પોતે પીએસઆઈની તૈયારી કરતા હતા ત્યારે તેમને કેટલીક તકલીફો પડતી હતી. કારણ રનીંગ પ્રેકટીસ માટે કોઈ ગ્રાઉન્ડ જ નથી. ડોડીયાએ પોતાના ગામ હડમતીયાના ખેતરમાંની જમીનમાં ટ્રેક બનાવી આપ્યો અને હવે ગામના યુવાનોએ હવે તેમના ખેતરમાં બનાવવામાં આવેલા ટ્રેક ઉપર પ્રેકટીસ શરૂ કરી છે.

પીએસઆઈ વનરાજ કહે છે ગામડાના યુવાનોને સુવિધાઓ મળતી નથી અને પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન પણ મળતુ નથી આથી મેં નક્કી કર્યું કે મારા ગામના યુવાનોને જે કઈ જરૂર હશે તેમાં હું સહાયભુત થઈશ જે તકલીફો મને પડી તેવી તકલીફોમાંથી તેમને પસાર થવુ પડશે નહીં., મારૂં ખેતર મારા માટે લકી સાબીત થયું અને હું પોલીસ દળનો હિસ્સો બન્યો મને આશા છે કે મારા ગામના યુવાનો માટે પણ આ ખેતર લકી સાબીત થશે અને તેમનું ભવિષ્ય ઉજળું થશે.