મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ગુજરાતમાં પાટીદાર આંદોલનમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર અને હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા નેતા હાર્દિક પટેલની શનિવારે ધરપકડ થઈ ગઈ છે. તેને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને આડે બાથ લીધી હતી. તેમનું કહેવું છે કે સમાજના લોકોનો અવાજ ઉપાડનારાઓને ભાજપા દેશદ્રોહી બતાવી રહી છે.

પ્રિયંકા ગાંધીએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે, યુવાઓના રોજગાર અને ખેડૂતોના હકની લડાઈ લડનારા હાર્દિક પટેલને ભાજપ વારંવાર પરેશાન કરી રહી છે. હાર્દિકે પોતાના સમાજના લોકોનો અવાજ ઉઠાવ્યો છે. તેમના માટે નોકરીઓ માગી છે, શિષ્યવૃત્તિ માગી, ખેડૂતો માટે આંદોલન કર્યું. ભાજપા તેને દેશદ્રોહ કહે છે.
દેશદ્રોહ કેસમાં ધરપકડ બાદ હાર્દિકને અમદાવાદમાં મેજિસ્ટ્રેટના સામે રજૂ કર્યા અને પછી 24 જાન્યુઆરી સુધી જ્યૂડિશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. આપને જણાવી દઈએ કે 2015 પછી દેશદ્રોહ કેસમાં હાર્દિક સામે બિનજામિન પાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું હતું. હાર્દિક પટેલને અમદાવાદ જિલ્લાના વિરમગામ પાસેથી પકડવામાં આવ્યો હતો.

ડીસીપી રાજદીપસિંહ ઝાલા (સાયબર ક્રાઈમ)એ પણ હાર્દિકની ધરપકડની પૃષ્ટી આપી છે. તેમનું કહેવું છે કે, કોર્ટે હાર્દિક સામે બિન જામિનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું હતું. તે પછી હાર્દિક પટેલની ધરપકડ કરાઈ હતી. હાર્દિકને પહેલા પણ આ જ કેસમાં પકડાયો હતો. 25 ઓગસ્ટ 2015એ અમદાવાદમાં પાટીદાર સમાજની રેલી બાદ થયેલી હિંસાઓ બાદ સ્થાનીક ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક સામે દેશદ્રોહ કેસ દાખલ કર્યો હતો.