મેરાન્યૂઝ નેટવર્ક, જોધપુર: બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ આજે શનિવારે ખ્રિસ્તી રીત-રિવાજથી નિક સાથે લગ્ન થયા. જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં પ્રિયંકા અને નિકના લગ્ન થયા. લગ્નમાં પ્રિયંકાએ રાલ્ફ લૉરેનનું સફેદ રંગનું ગાઉના પહેર્યું હતું. જ્યારે નિક પણ સફેદ આઉટફિટમાં હતો. આ પાર્ટીની થીમ પણ સફેદ રંગની હતી.

ખ્રિસ્તી રીત-રિવાજ બાદ આવતીકાલ 2 ડિસેમ્બરના રોજ પ્રિંકા અને નિક હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કરશે. આજે થયેલ લગ્નમાં 250થી વધુ મહેમાન હાજર રહ્યા હતા જેમાં મુકેશ અંબાણી પરિવાર સાથે હાજર રહ્યા હતા. હિન્દુ રીત-રિવાજ દરમિયાન થનાર લગ્નમાં પ્રિયંકા અને નિક અબૂ જાની તથા સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરાયેલ વેડિંગ ડ્રેસ પહેરશે. આ વર્ષે ગત ઓગસ્ટ મહિનામાં પ્રિયંકા ચોપરા અને નિકએ સગાઇ કરી હતી. પ્રિયંકા ચોપરા નિક કરતાં ઉંમરમાં દસ વર્ષ મોટી છે. પ્રિયંકા ચોપરાની ઉંમર 36 વર્ષ છે.

પ્રિયંકા અને નિક લગ્ન બાદ બે રિશેપ્સન યોજશે જેમાં 4 ડિસેમ્બરે દિલ્હીમાં અને બીજુ રિસેપ્શન મુંબઇમાં યોજાશે. દિલ્હી ખાતે યોજાનાર રિસેપ્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થાય તેવી શક્યતા છે.