મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દીવાળીના સમયે સૈનિકો માટે ઘરમાં દિવો સળગાવવાની અપીલ કરી છે. રવિવારે વિજયાદશ્મીના અવસર પર મનની વાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આ વાત કરી હતી. તેમણે કહ્યું કે દેશવાસીઓ મર્યાદા અને સંયમ સાથે તહેવાર મનાવી રહ્યા છે, એવામાં વિજય સુનિશ્ચિત છે. તેમણે દશેરાને સંકટો પર ધૈર્યથી જીત મેળવવાનો પર્વ કહ્યો હતો.

વડા પ્રધાને કહ્યું હતું કે, મહામારી સામે આપણે જે યુદ્ધ લડી રહ્યા છીએ તેમાં વિજય નિશ્ચિત છે, પરંતુ કોરોના કટોકટી દરમિયાન આપણે ધૈર્ય રાખવું પડશે. મોદીએ કહ્યું કે અગાઉ દુર્ગાપૂજા પ્રસંગે મોટા પાંડલોનો ઉપયોગ થતો હતો. દશેરા પ્રસંગે પણ રામલીલાના આયોજનમાં કેટલાક પ્રતિબંધો છે. નવરાત્રીમાં મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળતી હતી, પરંતુ આ વખતે બધાએ સંયમનો ઉપયોગ કર્યો. ઈદ, બાલ્મીકી જયંતિ, શરદ પૂર્ણિમા, દિવાળી, ધનતેરસ, છઠ મૈયાની પૂજા અને ગુરુ નાનક જયંતી સહિત વધુ તહેવારો આવવાના છે, પરંતુ આપણે મર્યાદામાં માં રહેવું પડશે.