મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પેનથી લઈ શુટ સહિત બીજી ઘણી બાબતો માટે ચર્ચા અને વિવાદોમાં રહ્યા છે. પોતાના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકામાં તૈયાર થયેલા ખાસ વિમાન બોઈંગ 777 આજે ભારતની ધરતી પર ઉતરવાનું છે. અમેરિકાના રાષ્ટ્રપતિના એરફોર્સ વન જેવી ક્ષમતાઓ ધરાવતા આ વિમાનમાં ઘણી ખાસીયતો છે. આ વિમાનનો ઉપયોગ પ્રધાનમંત્રી ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ કરશે. અત્યાર સુધી વડાપ્રધાન એર ઈન્ડિયા-વન કોલ સાઈનથી બોઈંગ 747 વાપરતા રહ્યા છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે આજે આ પ્લેન કોઈપણ સમયે તે ભારત પહોંચી શકે છે.

કલરથી માંડીને સુરક્ષાની ખાસિયતો

પ્લેનમાં ત્રણ પ્રકારના રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં બે રિંગ અમેરિકી રાષ્ટ્રપતિના એરફોર્સ વનથી મળતા આવતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોઈંગ 777માં જે રંગનો ઉપયોગ થશે તેમાં સફેદ, એક હળવા વાદળી અને નારંગી રંગ છે. સામાન્ય નારંગી અને સફેદ રંગનો ઉપયોગ વધુ કરવામાં આવ્યો છે જ્યારે નારંગી રંકની હવાઈ જહાજની વચ્ચેમાં લાઈન રાખવામાં આવી છે. જોવામાં આ પ્લેન મનમોહક લાગે છે.

સ્પીડ- 900 કિમી પ્રતિ કલાક

મોદીના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ છે ત્યારે તેમના માટે વપરાતું એરફોર્સ વન વિમાન 35000 ફૂટ વધુમાં વધુ 45100 ફૂટ ઊંચુ અને પ્રતિ કિલોમીટર 1013 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. એરફોર્સ વન એક જ વખતમાં 6800 મીલ સુધી ઉડી શકે છે. તે વિમાનની ઉડાન દરમિયાન પ્રતિ કલાક 1,81,000 ડોલર (અંદાજે 1.30 કરોડ રૂપિયા)નો ખર્ચ થાય છે. વડાપ્રધાન મોદીના નવા વિમાનની ઝડપ 900 કિલોમીટર પ્રતિ કલાક સુધીની છે.

આ વિમાનને એરફોર્સ વનના પાયલટ ઉડાવવાના છે. બંને વિમાનોની કિંમત અંદાજે 8458 કરોડ રૂપિયા છે. ખુબ જ સુરક્ષિત આ પ્લેનના આગળના ભાગે જ જામર લગાવેલા છે જે દુશ્મનના રડાર સિગ્નલને જામ કરી દે છે. તેના પર મિસાઈલ હુમલાની પણ કોઈ અસર થતી નથી. રિપોર્ટ અનુસાર આ વિમાન હવામાં જ ઈંધણ ભરવાની ક્ષમતા વાળું હશે. સાથે જ વિમાન એક વારમાં ભારતથી અમેરિકા સુધીનું અંતર સળંગ કાપી શક્શે.

આ વિમાનમાં ઓફિસ અને એક મીટિંગ રુમની સુવિધા હશે. તેમાં મિરર બોલ સિસ્ટમ પણ ઉપયોગમાં લેવાઈ છે. આ આધુનિક ઈન્ફ્રારેડ સિગ્નલથી ચાલનારી મીસાઈલ્સને ભ્રમિત કરી શકે છે. તે વિમાનની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુકી છે.