મેરાન્યૂઝ નેટવર્ક.મથુરાઃ કાન્યાની નગરી મથુરા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ॐ' અને ગાય શબ્દને લઈ વિપક્ષ પર આકરા વાકબાણ ચલાવ્યા છે. તેમણે કહ્યું કે 'ॐ' શબ્દ સાંભળતા જ ઘણાના કાન ઊભા થઈ જાય છે, ઘણાના કાનમાં ગાય શબ્દ પડતાં જ તેમના વાળ ઊભા થઈ જાય છે, તેમને કરંટ લાગી જાય છે. તેમને લાગે છે કે દેશ 16મી 17મી સદીમાં જતો રહ્યો છે. એવા લોકોએ જ દેશને બરબાદ કરી મુક્યો છે.

અમેરિકા પર થયેલા 9-11ના હુમલાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. આજે આતંકવાદ એક વિચારધારા બની ગઈ છે. આતંકના મૂળ આપણા પડોશમાં જ ઉગી રહ્યા છે. આપણે તેનો મજબૂતીથી સામનો કરી રહ્યા છે.

આપણે એ પ્રયત્નો કરવાના છે કે આ વર્ષે 2 ઓક્ટોબર સટુધી પોતાના ઘરો, ઓફીસ, પોતાના કાર્યક્ષેત્રોને ટસિંગલ યૂટઝ પ્લાસ્ટિકથી મુક્ત કરાવીશું. આજે સ્વચ્છતા જ સેવા અભિયાનની શરૂઆત થઈ છે, નેશનલ એનીમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રાસને પણ લોન્ચ કર્યો છે. મહાત્મા ગાંધીનું આ 150મું પ્રેરણા વર્ષ છે. સ્વચ્છતા જ સેવાના પાછળ પર આ ભાવના છૂપાયેલી છે. આજથી શરૂ થઆ રહેલા આ અભિયાનને આ રીતે વિશેષ રીતે પ્લાસ્ટિકના કચરાથી મુક્તિ માટે સમર્પિત કરાયા છે.

તેમણે કહ્યું કે, ફરી સરકાર બન્યા બાદ કાન્હાની નગરીમાં પહેલી વાર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. આ વખતે પુરા ઉત્તર પ્રદેશનો આશીર્વાદ મને અને મારા સાથિયોને પ્રાપ્ત થયો છે. દેશ હિતમાં આપના આ નિર્ણય માં વ્રજભૂમિથી આપની સામે શીશ ઝુકાવું છું. તમારા બધાના આદેશ અનુસાર 100 દિવસમાં અમે અભૂતપૂર્વ કામ કરીને બતાવ્યા છે. મને વિશ્વાસ છે કે દેશના વિકાસ માટે આપનું આ સમર્થન અને આશીર્વાદ અમને મળતા રહેશે.

આ અગાઉ યુપીના મથુરામાં પહોંચેલા વડાપ્રધાન મોદીએ દુધાળા પશુઓને ગંભીર બીમારીઓથી મુક્ત કરાવા માટે તૈયાર કરાયેલી 13,50 કરોડની રસી યોજનાનો શુભારંભ કર્યો છે. પીએમએ કહ્યં કે, કાર્યક્રમની શરૂઆતમાં ગૌસેવાથી કરી છે. કચરાના મેનેજમેન્ટથી જોડાયેલી મહિલાઓ સાથે જાતે બેસીને કચરો અલગ કરીને પીએમ મોદીએ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની સાંકેતિક અપિલ કરી હતી. સાથે જ તેમણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના વિરોધમાં પ્લાનીંગને લોન્ચ કર્યું છે.