ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ઘઉ વાયદામાં ચાર સત્રમાં સતત પીછેહઠ પછી બુધવારે પાંચ ટકાનો ઝડપી ઉછાળો આવ્યો હતો. અમેરિકન કૃષિ મંત્રાલયના માસિક માંગ પુરવઠાના આંકડા આવ્યા તે સાથે જ, રશિયા ૧૫ ફેબ્રુઆરીથી અમલમાં આવી રહેલા ઘઉ નિકાસ ટેક્સમાં વધુ વધારો કરવાની વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલે તેજીવાળાને નવા ફંડામેન્ટલ્સ ઉપલબ્ધ કરાવ્યા હતા. રશિયન સરકાર સાથે સંકળાયેલા બે સૂત્રોએ કહ્યું હું કે નિકાસ જકાત ૨૫ને બદલે ૫૦ યુરો કરવાની વિચારણા ચાલી રહી છે. ઘટી રહેલો ડોલર ઇંડેક્સ પણ બજારને ટેકો પૂરો પાડી રહ્યો છે.

યુરોપિયન ઘઉ વાયદો તો ૨૫ યુરોની નિકાસ જકાત ૧૫ ફેબ્રુઆરીથી ૩૦ જૂન સુધી લગાડવાની વાત આવી ત્યારથી જ તેજીમાં આવી ગયો છે. પણ પછી એવા અહેવાલ આવવા લાગ્યા કે નિકાસ જકાતમાં વધુ વધારો કરવાનું વિચારાઈ રહ્યું છે. બુધવારે અમેરિકન ટ્રેડિંગ સત્રમાં સીબીઓટી માર્ચ સોફ્ટ રેડ વીંટર વ્હીટ વાયદો વધીને ૬.૮૦ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો)મુકાયો હતો જે માર્ચ ૨૦૧૪ પછીની ઊંચાઈએ બોલાયો હતો. આ વાયદો ફેબ્રુઆરી ૨૦૦૮માં ૧૦.૭૩૦ ડોલરની ઊંચાઈએથી પાછો ફરી, ઓગસ્ટ ૨૦૧૬માં ૩.૬૦ ડોલરના તળિયે જઇ બેઠો હતો.


 

 

 

 

 

૨૦૨૦ના બીજા છમાસિકમાં કૃષિ કોમોડિટી બજાની મંદીની એક સાયકલ પૂર્ણ થઈ ગઈ હતી. હવે આપણે ૨૦૨૧માં દાખલ થઈ ગયા છીએ, જ્યાંથી અનાજ વાયદા તેજીની સાયકલ પર સવાર થયા છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ અમેરિકામાં હવામાન સૂકું રહેતા અનાજ અને તેલિબિયાના ભાવ આસમાને જવા લાગ્યા છે. સાથે જ કૃષિ પેદાશોની માંગમાં વૃધ્ધિએ, ભાવને ઉપર જવાના દરવાજા ખોલી નાખ્યા છે.

ખેડૂતો પણ ઊંચા ભાવ જોઈને ૨૦૨૧માં વધુ વળતર મેળવવા અત્યારથી જ પોજીશન લેવા માંડ્યા છે. આને લીધે કૃષિપેદાશો સાથે સંકળાયેલા ટ્રેડરો અને સર્વિસ બિઝનેસ્ પણ વહેતી ગંગામાં હાથ ધોવા બજારમાં ઉતારી આવ્યા છે. અલબત્ત, વપરાશકાર ગ્રાહકોને ખોરાકનો વધુ ભાવ ચૂકવવાનો આવશે. આ સ્થિતમાં જો આગામી પાક માટેનું હવામાન વાજબી નહીં રહેતો વિપુલ પાક સંભવિત નથી, આ જોતાં ભાવ આસમાને જવા ઉતાવળા થશે.

૨૦૨૧ ના આરંભમાં જ ઉત્તર ગોળાર્ધમાં જ્યાં વધુ અનાજ પાકે છે ત્યાં નવા પાકની મોસમી વાવણી હવે એકાદ મહિનો દૂર છે. માર્ચ અને એપ્રિલમાં જગતનો તાત અનાજ અને તેલિબિયાની વાવણી શરૂ કરશે. છેલ્લા આડધા દાયકામાં ક્યારેય જોવાયા ન હોય તેવા ઊંચા ભાવ જોઈને ખેડૂતો શૂ વાવવું તેનો નિર્ણય કરશે.

એ સાથે જ તેઓ નવા પાકનું હેજિંગ કરવાની તક જડપી લેવા વાયદા બજારમાં ઉતરશે. ૨૦૨૧માં લણણી થઈ શકે એવા, શિયાળુ પાકનું વાવેતર, ૨૦૨૦માં ચોથા નંબરનું વિક્રમ ઓછું ૩૦૪.૧૫ લાખ હેકટરમાં કર્યા પછી ૨૦૨૧માં પાંચ ટકા વધુ ૩૧૯.૯૧ લાખ હેકટરમાં કરશે, એવું યુએસ કૃષિ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું.


 

 

 

 

 

ચીનમાં ગતવર્ષે અનાજનું ઉત્પાદન, ૨૦૧૬ની તુલનાએ ૮.૬ ટકા વધીને ૬૬૯૦ લાખ ટનની ઊંચાઈએ પહોંચી ગયું હતું. ચાઈનીસ એકેડેમી ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સ કહે છે કે આ ગાળામાં આધુનિક પધ્ધતીથી વાવેતર કરવામાં આવતા હેક્ટર દીઠ ઊપજ (યીલ્ડ) ૫.૨ ટકા વધી હતી. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ચીને યોજેલા ઘઉના કૂલ લીલામાંથી ૫૨.૧૬ ટકા માલનું વેચાણ થઈ ગયું હતું.

(અસ્વીકાર સુચના: Commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)