મેરાન્યૂઝ નેટવર્ક.પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિની શંકાસ્પદ સ્થિતિઓમાં મોત થયાની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલાને લઈને ઘણા નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલની જાણકારી પ્રમાણે મહંતને વીડિયોના દમ પર બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર મહંત નરેન્દ્ર ગિરિને બ્લેકમેલ કરવા માટે એક સીડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. બ્લેકમેલિંગના આ કેસમાં સમાજવાદી પાર્ટીની સરકારમાં રાજ્યમંત્રી રહેલા એક વ્યક્તિની પણ તપાસ ચાલી રહી છે. જે નેતા વિશે વાત કરવામાં આવી રહી છે, તે અવારનવાર નરેન્દ્ર ગિરિને મળવા બાઘંબરી મઠમાં આવતા હતા. એટલું જ નહીં, આ આખા કેસમાં અટકાયત કરાયેલા શિષ્ય આનંદ ગિરિ પણ પૂર્વ રાજ્યમંત્રીની નજીક હતા. પ્રયાગરાજ પોલીસને કોલ ડિટેલ્સની મદદથી આ તમામ મહત્વના સંકેતો મળ્યા છે અને હવે આ સમાજવાદી પાર્ટીના મંત્રીઓ પણ પોલીસના રડાર પર આવી ગયા છે. નવીનતમ માહિતીના આધારે પોલીસે હવે તેની વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજ પોલીસે નરેન્દ્ર ગિરિના મોતની એફઆઈઆર નોંધાવી છે. આ FIR કલમ 306 હેઠળ નોંધવામાં આવી છે, જેમાં આનંદ ગિરિનું નામ પણ છે. આનંદ ગિરિ પર મહંત નરેન્દ્ર ગિરિ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ છે. મહંત નરેન્દ્ર ગિરિએ પોતાની સુસાઇડ નોટમાં આનંદ ગિરિનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સિવાય પ્રયાગરાજમાંથી અન્ય બે પુજારીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ શરૂઆતમાં આ કેસને આત્મહત્યા સાથે જોડી રહી છે, પરંતુ તમામ રિપોર્ટ આવ્યા બાદ જ અંતિમ નિર્ણય કરવામાં આવશે.

અહીં એ જણાવી દઈએ કે સોમવારે સાંજે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગિરિનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં નિધન થયું હતું. સાંજે, પોલીસને માહિતી મળી, જે પછી મૃતદેહને બહાર કાવામાં આવ્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પોલીસ હજુ પણ તમામ માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે. મહંત નરેન્દ્ર ગિરિના રૂમમાંથી મળી આવેલી સ્યુસાઈડ નોટ પર પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આનંદ ગિરિ દાવો કરે છે કે નરેન્દ્ર ગિરી યોગ્ય રીતે લખી શકતા નથી, જ્યારે નરેન્દ્ર ગિરિના અન્ય શિષ્ય નિર્ભય દ્વિવેદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે મહંતજી લખી શકે છે. નિર્ભયના કહેવા પ્રમાણે, સોમવારે નરેન્દ્ર ગિરિ કોઈની રાહ જોઈ રહ્યા હતા, કોઈ તેમને મળવા આવવાનું હતું. સુસાઇડ નોટ ઉપરાંત નરેન્દ્ર ગિરિએ એક વીડિયો પણ રેકોર્ડ કર્યો છે, તે હવે પોલીસ કસ્ટડીમાં છે.