મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: જે પળનો સૌ કોઈ દેશવાસીઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તે કોરોના વેક્સિન આવતીકાલે  રાજકોટ આવી જશે. સૌરાષ્ટ્ર ઝોન માટે કોવીસીલ્ડના 77 હજારથી વધુ ડોઝની ફાળવણી કરાશે. રાજકોટમાં જ્યાં વેક્સિન સ્ટોરેજ રાખવામાં આવ્યું છે. તે જગ્યાને પ્રતિબંધીત જગ્યા જાહેર કરી દેવાશે. જે બાદ અલગ અલગ જીલ્લાઓમાં મોકલવામાં આવશે. ગાંધીનગરથી આવનાર કોરોનાની રસીનું સંગ્રહ કરવાં માટે રાજકોટમાં ગવર્મેન્ટ પ્રેસ નજીક આવેલ આર.ડી.ડી.ની ઓફિસની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે કોરોનાની રસી આજે ગુજરાત આવી પહોંચતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલી ઝંડી બતાવીને રસીનું રાજ્યના વિવિધ વિસ્તારો તરફ પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે આ રસી ગ્રીન કોરિડોર મારફતે રાજ્યના વિવિધ વિસ્તારોમાં લઈ જવાશે.

કોરોના વેક્સિનનો સૌ પ્રથમ ડોઝ આજે અમદાવાદ પહોંચી ગયો છે. એટલે માત્ર 24 કલાકમાં જ તેને રાજકોટ એરપોર્ટ પર પહોંચાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રસીના એક ડોઝની કિંમત 200 રૂપિયા રખાઈ છે. એક વ્યક્તિએ રસીના બે ડોઝ લેવાના રહેશે. રસીકરણ અંતર્ગત 400 રૂપિયા ચૂકવવા પડશે 3 કરોડ કર્મચારીઓને મફત રસી અપાશે. જેને લઈ ભારત સરકારે કોવીડશિલ્ડ વેક્સિનનો 1.10 કરોડ જેટલા ડોઝનો ઓડર આપ્યો હતો. જે તેમણે મેળવી ગૂજરાતમાં 5.41 લાખ ડોઝ મોકલ્યા છે. ત્યારે રાજકોટ આવનાર ડોઝ ગાંધીનગરથી કોલ્ડ ચેઈન મારફત મોકલવામાં આવશે. જેમાંથી રાજકોટ જિલ્લા માટે કેટલો જથ્થો મનપાને અપાશે તે માટે રિજિયોનલ ડેપ્યુટી ડિરેક્ટર કક્ષાએથી નિર્ણય લેવાશે.

નાયબ આરોગ્ય અધિકારી પી. પી. રાઠોડનાં જણાવ્યા મુજબ, પુણેથી અમદાવાદ વેક્સિનનો પહેલો જથ્થો પહોચી ગયો છે. જ્યાં એક જથ્થો રાજકોટ પણ મોકલાયો છે. જેમાંથી વેક્સિન સૌ પહેલા હેલ્થકેર વર્કરને આપવામાં આવશે. રાજકોટ શહેરમાં 10 સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે કે જ્યાં વેક્સિનેસન કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યુ છે. વેક્સિનને કોલ્ડ બોક્સમાં લઈ આવવામાં આવશે. વેક્સિનને રાખવા માટે સ્પેશિયલ ફ્રીઝ મૂકવામાં આવ્યાં છે. જેમાં વેક્સિન 2 થી 8 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવશે. વેક્સિન જે સ્થળે રાખવામાં આવશે તે સ્થળે પૂર્તિ તૈયારીઓ થઈ ચૂકી છે.  આરોગ્ય કેન્દ્રથી વિવિધ સ્થળોએ ડીસ્ટ્રીબ્યુસન કરવામાં આવશે.