મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: આવતીકાલના ગુજરાતના ચૂંટણી પરિણામોના કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયા છે. ત્યારે ગુજરાતના ચીફ ઈલેકટ્રોલ ઓફિસર બી. બી. સ્વેઈન દ્વારા આજે એક પત્રાકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે આવતીકાલની મત ગણતરીની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સવારે ૮.૩૦ વાગે ઈવીએમ મશીનોની ગણતરી ચાલુ થઇ જશે. એકંદરે ૩૭ સેન્ટરો પર આ મત ગણતરી થશે. મત ગણતરી માટે ૧૦૦૦૦ નો સ્ટાફ કામે લાગશે જ્યારે અન્ય સ્પોર્ટીંગ સ્ટાફમાં આશરે ૭ થી ૮૦૦૦ સ્ટાફ કામગીરીમાં મદદ કરશે. જયારે મત ગણતરી માટે ૧૮૨ મત ગણતરી હોલ રાખવામાં આવેલા છે. ચૂંટણી પરિણામો વિશે તેમણે જણાવ્યું હતું કે લગભગ બપોર સુધી પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.