મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર ઊર્જિત પટેલના રાજીનામાં બાદ બીજે જ દિવસે સરકાર દ્વારા RBI ના ગર્વનરની નિમણુંક કરી હતી અને રાજીનામાં બાદ જ સરકાર પર વિરોધ પક્ષ દ્વારા ટીકા ટીપ્પણીઓ ચાલુ થઇ ગઈ હતી, આ રાજીનામાં ઊર્જિત પટેલે કોઈપણ પ્રકારનું વિવાદિત લખાણ કર્યું ન હતું છતાં વિરોધ પક્ષે આ ઘટનાને સ્વાયત સંસ્થાઓની સ્થિતિ ઉપર ટીપ્પણીઓ કરી હતી. આ મુદ્દે ગુજરાત ભાજપના પૂર્વ મંત્રી, પ્રવક્તા અને પીઢ નેતા એવા જયનારાયણ વ્યાસે પણ એક ટવીટ કરી છે જેમાં તેમણે RBI ગર્વનરની શૈક્ષણિક લાયકાતને લઈને વાતને લખી છે.

જયનારાયણ વ્યાસે ટવીટ કર્યું છે કે, RBIના નવા ગવર્નર દાસની શૈક્ષણિક લાયકાત એ એમએ {માસ્ટર ઇન આર્ટસ (ઇતિહાસ)} છે. આશા રાખો અને પ્રાર્થના કરો કે તે RBIને પણ ઇતિહાસ  બનાવી દે. ભગવાન આ  નવા આગમનને આશીર્વાદ આપે !!

જયનારાયણ વ્યાસ ભાજપના પીઢ અને અભ્યાસુ નેતા છે જેઓ ૨૦૦૭-૨૦૧૨ વિધાનસભામાં સિદ્ધપુરથી ભાજપનાં ધારાસભ્ય હતા અને ત્યારબાદ તેઓ રાજ્યના આરોગ્ય મંત્રી પણ હતા અને ૨૦૧૭ ચુંટણીમાં તેઓ ભાજપના પ્રવક્તા પણ હતા. જયનારાયણ વ્યાસના અભ્યાસ અને તેમની છબી આગવી છે તેમની વાતમાં તર્ક અને ઊંડો અભ્યાસ હોય છે અને તેમણે કરેલી આ ટવીટ પણ એમના અભ્યાસ અને તારણોના આધારે હોય એવું માની શકાય.

1980ની બેચના IAS અધિકારી શક્તિકાન્તા દાસ તમિલનાડુ કેડરમાં હતા અને ત્યારબાદ 2015 થી 2017 સુધીના દેશના ભૂતપૂર્વ આર્થિક બાબતોના સચિવ, શક્તિકાન્તા દાસે સેન્ટ્રલ બેંક સાથે કાર્યરત હતા. જેમની વરણી કેંદ્ર સરકારે RBIના ગવર્નર તરીકે કરી છે.