મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા વ્હોરવાડ જુના બજારમાં આવેલી મોબાઇલ અને ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગલાગતા નાસભાગ મચી જવા પામી હતી. આગમાં દુકાનમાં રહેલો બધો સરસામાન બળીને સ્વાહા થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર પ્રાંતિજના વ્હોરવાડ ખાતે આવેલ જુના બજારમાં આવેલા સરફરાજ ઓડિયો નામની મોબાઇલ અને ઈલેક્ટ્રોનિકની દુકાન મા શોર્ટસકીટને કારણે આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગ લાગતા પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરતા પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી. આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દુકાનમાં રહેલો ઈલેક્ટ્રોનિકનો સરસામાન સહિત મોબાઇલ એસેસરીઝ, કોમ્પ્યુટરનો સરસામાન આગમા ખાખ થઈ ગયો હતો. પ્રાંતિજ હિંમતનગર દોડી આવેલી ફાયર ટીમ દ્વારા દુકાનમાં લાગેલી આગ હોલવાઈ હતી. દુકાન માલિકને અંદાજે પાંચ લાખથી વધારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.