જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): મોંઘીદાટ કાર ખરીદી કર્યા પછી કારમાં સતત ટેકનીકલી સમસ્યા ઊભી થતા કાર કંપની અને શો-રૂમ માલિક સામે વિરોધ નોંધવા અને થાકીને મોંઘીદાટ કારને સળગાવી દેવાની કે પછી ગધેડા સાથે બાંધી રોડ પર કાર ખેંચી આક્રોશ કાર માલિક વ્યક્ત કરતા હોવાની અનેક ઘટનાઓ બની છે. સાબરકાંઠા જીલ્લાના પ્રાંતીજ હોન્ડાના શોરૂમ પરથી એક્ટિવા ખરીદી કર્યા પછી એક્ટિવામાં સતત આંતરીક ખામી સર્જાતા સમસ્યાનું સમાધાન નહીં થતા યુવકે ખરાબ સર્વિસ અંગે પોતાનો ગુસ્સો દર્શાવવા માટે શોરૂમ આગળ જ એક્ટિવાને દિવાસળી ચોંપી દેતા એક્ટિવા ભડભડ સળગી ઉઠ્યું હતું. એક્ટિવાને યુવાન માલિકે જ આગ લગાવી દેતા લોકોના ટોળટોળાં ઉમટ્યા હતા.

Advertisement


 

 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર,પ્રાંતીજના ભોઈવાડામાં રહેતા વિજયભાઈ કાંતિભાઈ ભોઈ નામના યુવકે ત્રણ મહીના આગાઉ હોન્ડાના શોરૂમ પરથી એક્ટિવા ખરીદી કર્યું હતું. એક્ટિવામાં વારંવાર યાંત્રિક ખામી સર્જાતા યુવક શો-રૂમ પર રિપેરીંગ માટે મુકતો હતો. તેમ છતાં સમસ્યા યથાવત રહેતા અને શો-રૂમ માલિકે ન્યૂ-બ્રાન્ડેડ એક્ટિવામાં સર્જાયેલી ટેકનીકલ ક્ષતી દૂર કરવામાં કોઈ દરકાર ન લેતા વારંવાર એક્ટિવા બગડી જતા આખરે થાકીને એક્ટિવા માલિક યુવક એક્ટિવા લઇ શો-રૂમ આગળ પહોંચ્યો હતો અને એક્ટિવા પર પેટ્રોલ છાંટી દીવાસળી ચોંપી દેતા એક્ટિવા ભડભડ સળગી ઉઠ્યું હતું.

એક્ટીવામાં આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા તો આગમાં એક્ટિવા ખાખ થઇ ગયું હતું. હોંડાના શો-રૂમ પર એક્ટીવામાં આગ લાગતા આજુબાજુથી લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને એક્ટીવામાં માલિકે જાતે આગ લગાવી દીધી હોવાની વાતની જાણ થતા અચંબીત બન્યા હતા.