મેરાન્યૂઝ નેવર્ક.પ્રાંતિજઃ અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના કેશરપુરા ગામના ૬ યુવકો ગણેશ વિસર્જનમાં વાત્રક નદીમાં પાણીમાં ગરકાવ થઈ હોવાની ઘટનાની સહી સુકાઈ નથી ત્યારે સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલીયા નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં હિંમતનગરના ગઢોડા ગામના યુવક મંડળના સદસ્યો ગણેશ વિસર્જન માટે હતા ગણેશ વિસર્જન કરવા જતા ત્રણ યુવકો સાબરમતી નદીમાં ગરકાવ થતા તેમને બચાવવા પડેલ આધેડ પણ ડૂબી જતા ભારે હોહા મચી હતી. સ્થાનિક તરવૈયા અને પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથધરી હતી.

સાબરકાંઠાના પ્રાંતિજ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં અને નદીના પટમાં ખનીજ માફિયાઓએ આડેધડ રેતી ઉલેચવા ખોદેલા ખાડાઓ ના પગલે નદીમાં ડૂબવાના બનાવો બનતા રહ્યા છે. નદીમાં વહેતા વહેણમાં ખનીજ માફિયાઓએ ખોદેલ ખાડાઓમાં અનેક લોકો ગરકાવ થઈ જવાની ઘટનાઓ વર્ષે દહાડે બનતી રહે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે સાંજના સુમારે સાબરકાંઠા તાલુકાના ગઢોડા ગામના યુવકો અને ગ્રામજનો ગણેશ વિસર્જન માટે ભારે ઉત્સાહ સાથે પ્રાંતિજ સાદોલીયા ગામ નજીક પસાર થતી સાબરમતી નદીમાં પહોંચ્યા હતા. ગણેશ વિર્સજન કરવા જતા ૧) સંજયભાઈ બાબુભાઇ પટેલ ગોધરા ઉમર- ૧૭, ૨) સૂરજ પ્રકાશભાઈ પટેલ ગડોળા ઉમર-૧૫, ૩) અજયભાઈ ઈશ્વરભાઈ રાવળ ચરાડા ઉમર- ૨૩ (હાલ, રહે. ગઢોડા)ના ત્રણે યુવકો ડૂબતા ડૂબતા યુવકોને બચાવવા ભારે બુમાબુમ થતા ૪) ગાડાભાઈ રાવળ જંત્રાલ  ઉંમર- ૫૫ નામના આધેડ ત્રણે યુવકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. યુવકોને બચાવવા જતા આધેડ પણ ડૂબતા ભારે ચકચાર મચી હતી.

આ અંગેની જાણ પ્રાંતિજ ફાયર ટીમને કરાતા પ્રાંતિજ ફાયર ટીમ તથા પ્રાંતિજ પોલીસ તથા ૧૦૮ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને પાણી માં શોધખોળ હાથધરી હતી પણ બે કલાક ની ભારે જહેમત પછી પણ એકપણ વ્યક્તિ હાથ ન લાગતા ભારે શોધખોળ આદરી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ તમામ યુવકો બાપ્પાના વિસર્જન માટે નદીમાં ઉતર્યા હતા. નદીમાં પાણીમાં ઊંડાઈની જાણકારીના અભાવે તેઓ પાણીમાં ડૂબવા માંડ્યા હતા. આ બધા યુવકો તરી શકતા ન હતા, તેથી તેમને બચાવવામાં સમસ્યા આવી હતી.