મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું કે કોંગ્રેસમાં લોકશાહી નથી. જો પક્ષને બચાવવો હોય તો લોકશાહી ઢબે ગાંધી પરિવારની બહારના નેતાને પ્રમુખ તરીકે પસંદ કરો. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વિના પણ ભાજપ વિરોધી મોરચો બનાવવો શક્ય છે.
એક પ્રાઈવેટ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે તમે ક્યારેય પણ ટ્વિટ અને કેન્ડલ માર્ચ દ્વારા બીજેપીને હરાવી નહીં શકો. ભાજપ ખૂબ જ મજબૂત બની ગયું છે. મોદીના નેતૃત્વમાં ભાજપને હરાવવા માટે તમારે મજબૂત વ્યૂહરચના બનાવવી પડશે. પ્રશાંત કિશોરે કહ્યું કે 1984 પછી કોંગ્રેસ એક પણ લોકસભા ચૂંટણી પોતાના દમ પર જીતી શકી નથી. છેલ્લા દસ વર્ષમાં કોંગ્રેસને 90 ટકા ચૂંટણીમાં કારમી હાર મળી છે. કોંગ્રેસ નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઈએ.
Advertisement
 
 
 
 
 
PM મોદી વિશે પ્રશાંત કિશોરે કહી મોટી વાત
તેમણે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે તેઓ બધા લોકોની વાત સાંભળે છે. આ તેની સૌથી મોટી તાકાત છે. તેઓ જાણે છે કે લોકોને આખરે શું જોઈએ છે. પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે આગામી કેટલાક દાયકાઓ સુધી દેશનું રાજકારણ ભાજપની આસપાસ જ ફરશે.
આ પહેલા પણ પ્રશાંત કિશોરે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા
પ્રશાંત કિશોરે ટ્વીટ કરી ને લખ્યું હતું , "કોંગ્રેસ મજબૂત વિપક્ષ માટે જે વિચાર અને વિગત રજૂ કરે છે તે મહત્વપૂર્ણ છે, પરંતુ વિપક્ષનું નેતૃત્વ એ કોંગ્રેસનો દૈવી અધિકાર નથી, જ્યારે પાર્ટી છેલ્લા 10 વર્ષમાં તેની 90% ચૂંટણીઓ હારી ગઈ હોય . ". લોકશાહી રીતે વિરોધ પક્ષના નેતૃત્વને નિર્ણય લેવા દો.