મેરાન્યૂઝ નેટવર્ક.પશ્ચિમ બંગાળઃ પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે ચૂંટણી કામકાજથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ઈંડિયા ટુડે સાથેની ખાસ વાતચિદ દરમિયાન પ્રશાંત કિશોરે કહ્યું કે તે આગળ હવે આ કામ નહીં કરે. એટલે કે ચૂંટણી કેમ્પેઈનિંગનું જે કામ પ્રશાંત કિશોર લાંબા સમયથી કરતા આવતા હતા તેને હવે તે ગુડબાય કહી રહ્યા છે અને તેનું તેઓએ એલાન પણ કરી દીધું છે.

જોકે ચૂંટણી પરિણામો પહેલા તેમણે એવું કહ્યું હતું કે ભાજપ જો બે ડિઝિટનો આંકડો પણ પાર કરશે તો તે સન્યાસ લઈ લેશે, પોતે આ વાક્ય ખુબ આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું પરંતુ જ્યારથી તેમણે આ વાક્ય કહ્યું હતુ ત્યારથી જ લોકોની નજર બાજપની જીતેલી બેઠકોના આંકડા પર હતી. અને ખરેખર ભાજપ 100ની નીચે રહી અને બે ડિઝિટનો આંકડો પાર કરી શકી નથી છત્તાં પણ પ્રશાંત કિશોરે પોતાના સંન્યાસ લેવાના નિર્ણયથી સહુને ચોંકાવી દીધા છે. તેમણે ટીવી પર આ વાતની જાહેરાત કરી હતી. પોતાના રાજીનામાનું એલાન કરતાં તેમણે કહ્યું કે અત્યાર સુધી લોકો મને જે રોલમાં જોવે છે, તે હું હવે નહીં નિભાઉં.


 

 

 

 

 

તેમણે રાજીનામાનો નિર્ણય કર્યો તેના કારણ માટે તેમણે એવું કહ્યું હતું કે, હું તો ક્યારેય આ કામ કરવા ન્હોતો માગતો, પરંતુ હું કરવા લાગ્યો અને મેં મારા ભાગનું કામ કરી લીધું ચે. આઈપૈકમાં મારાથી પણ કાબેલ અને જાણકાર લોકો છે, તે વધુ સારું કામ કરશે. તેથી મને લાગે છે કે હવે મારે બ્રેક લઈ લેવી જોઈએ.

પરંતુ હવે આ કામ છોડીને તેઓ શું કામ કરશે તે પણ પ્રશ્ન ઊભો થયો ત્યારે તેમણે કહ્યું કે, હજુ થોડો સમય લાગશે મારે તેના બાબતે વિચારવું પડશે. હું કાંઈક તો કરીશ. પરંતુ ક્વીટ કરવાની બાબતે તો હું ઘણા લાંબા સમય થી વિચારી રહ્યો હતો પરંતુ યોગ્ય સમય મળતો ન્હોતો હવે બંગાળના સમયે યોગ્ય સમ લાગી રહ્યો છે.

તેમણે કહ્યું કે, રાજકારણમાં જવું એ હંમેશા તેમના રડારમાં રહ્યું છે, તે રાજનીતિમાં ગયા પણ, હું પોલીટિક્સમાં ફેઈલ થઈ ગયો. જો હું રાજનીતિમાં જાઉ છું તો વિચારીશ કે ક્યાં ઉણપ રહી ગઈ પછી નિર્ણય કરીશ.