પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમે પત્રકારત્વની સ્કૂલમાં ભણ્યા છીએ કે પત્રકારનું કામ એન્ટી એસ્ટાબલીશમેન્ટ રહેવાનું છે, જો કે આ પણ આખરી અને પુર્ણ સત્ય નથી, પત્રકારનું કામ જે જેવું છે તેવું જ પ્રજા સામે રજુ કરવાનું છે. જો સરકાર સારૂકરે તો ચોક્કસતે પણ પ્રજા સામે ડંકાની ચોટ ઉપરથી કહેવું પડે, કોરાનાની સ્થિતિમાં અમે નિર્ણય કર્યો હતો કે આ સમય નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી ટીકા કરવાનો નથી, કારણ આ સમયમાં સરકારની સાથે ઉભા રહેવાની જરૂર છે અને દિવસો સુધી તેવું કર્યુ અને કરતા રહીશું, પણ તેનો અર્થ તેવો પણ નથી કે પ્રજાને પડતી હાલાકી અને તંત્ર દ્વારા થઈ રહેલી ભુલ તરફ પણ આંખ આડા કાન કરવામાં આવે, અમદાવાદમાં વિજય નેહરાને કહેવાતા ક્વોરેન્ટાીન કર્યા પછી અમે લખ્યું કે,અમદાવાદમાં કોરાનાની સંખ્યા વધી રહી છે તેના માટે નેહરા જવાબદાર નથી, પણ જે પ્રકારે એગ્રેસીવ ટેસ્ટીંગ થઈ રહ્યું છે.તે કારણ ભુત છે, પોઝિટિવ દર્દીઓ ઓળખાઈ જાય તેસારી નિશાની છે.

 

પણ આ સમાચારનું ભાજપના નેતાઓ અને તેમના આઈટીસેલને બહુ માંઠુ લાગ્યું તેમણે સોશિયલ મીડિયા મારફતે અમે ચૌદશીયા અને ફાલતુ પત્રકાર સહિત પ્રજા વિરોધી છે તેવા બે ચાર કોરા પ્રમાણપત્ર પણ આપી દીધા. ભાજપ યુવા મોર્ચાના ગ્રુપમાં આ મેસેજ તેમણે વાયરલ કર્યો છે, સામાન્ય રીતે અમે આમારી ટીકાનો જવાબ આપતા નથી, કારણ પહેલા અમારી જેમ ભાજપ અને તેના સમર્થકોને પણ અમારી ટીકા કરવાનો એટલો જઅધિકાર છે તેવું દ્રઢ પણે માનીએ છીએ, પણ આ વખતે અમે નિર્ણય કે ભાજપ આઈટીસેલ દ્વારા તૈયાર કરવામાં આવેલી પોસ્ટના પ્રમોશનમાં આપણે મદદ કરીએ જેના કારણે અમારી વિરૂધ્ધની જ પોસ્ટ અમે અમારા વાંચકો માટે આ પ્રસ્તુત કરીએ છીએ, પહેલાઆ પોસ્ટ વાંચો પછી અમે તેનો જવાબ આપી છીએ તે પણ વાંચો...

 

*સુરજ સામે ધૂળ ઉડાડીએ તો આપણું જ મોં ગંદુ થાય: પ્રશાંત દયાળ જેવા અનાડી-કથિત પત્રકારે આ વાત સમજવી પડશે*

*જુઠા પત્રકાર તરીકે પંકાયેલા પ્રશાંતે તત્કાલીન મુખ્યમંત્રી મોદીને અને તે સમયનાં ગૃહમંત્રી અમિત શાહને બદનામ કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું*

*અમદાવાદમાં જેમની ફિશિયારીને લીધે 5000 કેઇસ થઈ ગયા એવા સદંતર નિષ્ફળ વિજય નેહરા પર દયાળને કેમ પ્રેમ ઉભરાઈ ગયો છે?*

ગુજરાતમાં પ્રશાંત દયાળ નામનાં એક જૂઠા પત્રકારે બોગસ-ખોટા સમાચારો થકી કાળો કેર વર્તાવ્યો છે. એક ફાલતું સાઇટ અને સોશિયલ મીડિયા દ્વારા એ સતત વાહિયાત સમાચારો ફેલાવતો રહે છે. નરેન્દ્ર મોદી જ્યારે CM હતા અને અમિત શાહ ગૃહમંત્રી હતા ત્યારે એમને પણ વિશ્વ આખામાં બદનામ કરવામાં પ્રશાંતે કોઈ કસર છોડી નહોતી. આજકાલ એને અમદાવાદમાં કોરોનાનાં આતંક માટે જવાબદાર એવા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પર પ્રેમ ઉભરાઈ રહ્યો છે. અમદાવાદ ભડકે બળે છે ત્યારે નેહરા ટ્વિટર પર પોતાનું જ માર્કેટિંગ રાત-દિવસ કરી રહ્યા હતા. એમાં જ અમદાવાદમાં પાંચ હજાર કેઇસ થઈ ગયા. શહેરમાં કોરોના રોકવામાં તેઓ સદંતર નિષ્ફળ રહ્યા. છતાં નેહરાની આવી ભાટાઈ કરવા પાછળનું કારણ શું હોઈ શકે! ભલું થજો ગુજરાત સરકારનું, ભલું થજો CM રૂપાણીનું કે... અમદાવાદમાં હવે તાકીદના પગલાં લેવાઈ રહ્યા છે અને સ્થિતિ પર સ્વયં CM જ દેખરેખ રાખી રહ્યા છે. કેન્દ્રમાં માર્ગદર્શન માટે ખુદ નરેન્દ્ર મોદી જેવા સમર્થ નેતા હાજરાહજૂર છે. તેથી જ પ્રશાંત જેવા ચૌદશીયા પત્રકારો ગુજરાતનું કશું જ બગાડી શકે એમ નથી. હા! પણ એટલું તો ચોક્કસ છે કે, કોરોના જેવા કપરાં કાળમાં પણ પોતાનો ભાજપવિરોધી, પ્રજાવિરોધી એજન્ડા ચાલું રાખી ને પ્રશાંત દયાળે એ ફરી પુરવાર કર્યું કે, એ છેલ્લી પાયરીનો પત્રકાર છે.

 

પોસ્ટ સામેનો જવાબ

 

(1) તમે હેડીંગમાં લખ્યું છે કે સુર્ય સામે ઘૂળ ઉડાડવાથી મોંઢુ ગંદુ થાય તો તમે અમને આપેલા સામાન્ય જ્ઞાન માટે આભાર પણ મારો પ્રશ્ન છે કે તમે કોને સુર્ય ગણો છો તેવી સ્પષ્ટતા કરી હોત તો સારૂ હતું, કારણ આજ સુધી વિજય રૂપાણી,અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ પોતાને સુર્ય કહ્યા હોય તેવું મારા ધ્યાનમાં નથી.

 

(2) અમને જુઠા- પત્રકાર કહેવામાં આવ્યા તેની સામે અમને કોઈ વાંધો નથી કારણ તે તમારો મત છે, પણ અમે ફાલતુ સાઈટ ચલાવીએ છીએ તેવું કહી અમારી ટીકા કરી તો પણ અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમારી જેવી ફાલતુ સાઈટની પણ નોંધ લીધી છે. ખરેખર તમને ચચરી હોય તો કહેવું જોઈતું હતું, મેં પહેલા પણ કહ્યું અને આજે પણ કહું છું, અમે ફાલતુ હોઈએ તો પણ અમને તમારે વાંચવા જ પડે છે તે અમારી સફળતા છે. ખેર અમારી નોંધ લેવા માટે તમારો ખુબ આભાર

 

(3) તમારો આરોપ છે કે અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહને વિશ્વ આખામાં બદનામ કરવાનું કામ કર્યું છે. તો ભાઈ અમે એવા ફાલતુ છીએ કે વિ્શ્વ ફલક ઉપર અમારી નોંધલેવાય છે. તો પહેલા શાંતિથી બેસી તમે વિચારો અમને ખાલી ગાળ આપવા માટે અથવા આઈટીસેલની નોકરી જસ્ટીફાય કરવા પોસ્ટ લખશો નહીં. તમારેત્યાં કન્ટેઈન્ટ રાઈટરની જરૂર હોય તો કહેશો અમે ખુદ અમારી વિરૂધ્ધની પોસ્ટ તમને મફતમાં લખી આપીશું, વાત નરેન્દ્ર મોદી અને અમિત શાહને બદનામ કરવાની તમને લાગી રહી છે પણ તમારા નેતાઓ તમારા કરતા હોંશિયાર છે તેમને નેગેટીવ પબ્લીસિટીનો પણ ઉપયોગ કરતા આવડે છે. એટલે તેઓ બદનામ થયા કે નહીં તેની ચિંતા કરતા નહીં.

 

(4) અમારી ઉપર આરોપ છે કે અમને વિજય નેહરા ઉપર પ્રેમ ઉભરાઈ ગયો, તો પહેલા તપાસ કરવાની જરૂર હતી કે વિજય નેહરા પ્રશાંત દયાળને ઓળખે છે કે નહીં. ખેર તમારી ઈન્ટેલીઝન્સ ટીમ નબળી છે તેમાં તમારો વાંક નથી, પણ સાચી વાત એવી છે કે વિજય નેહરા મને સામે મળે તો પણ ચહેરાથી ઓળખતા નથી, આમ તો વિજય નેહરા સામેમારો અણગમો હતો કારણ તેમનેઅમદાવાદ કમિશનર તરીકેનું પોસ્ટીંગ અંજલી વિજયરૂપાણીનેકારણેમળ્યું હોવાનો મારો મત હતો, પણ આ મારો મત અને અણગમો વ્યકતકરવાનોસમય ન્હોતો.

 

(5) અમદાવાદમાં પાંચ હજાર કેસ થઈ ગયાતે સાચીવાત છે. ડર લાગેતેવો આંકડો છે, પણ વિજય નેહરામાનતા હતાકે શાહમૃગની જેમ રેતીમાં મોંઢુ નાખીદેવાથીતોફાન જવાનું નથી, વિજય નેહરાતરફ મારા અણગમા છતાં મે તેમના પ્રયાસનીકદરકરીછે જો કેસવધવાનેકારણે સજા આપવાની હોય તો અમેરિકાની પ્રજાએટ્રમ્પઅનેભારતની પ્રજાએ નરેન્દ્ર મોદીને બદલી નાખવા જોઈએ.

 

(6) નરેન્દ્રમોદી વડાપ્રધાન થયાપછી તેઓ ગુજરાતનેપહેલાઆનંદીબહેનપટેલને અને પછી વિજયરૂપાણીને સોંપીગયાછે. હવેનરેન્દ્રમોદીએદેશ ચલાવવાો છે, નરેન્દ્ર મોદી બધાજ રાજયોને માર્ગદર્શનઆપે છે પણબીજીટર્મ પછીવિજય રૂપાણીએજાતે નિર્ણય લેતાશીખવું જોઈએ, રોજ સવારપડેઅને અમિતભાઈ અને નરેન્દ્રભાઈના માર્ગ દર્શનનીજરૂરપડેતે સ્થિતિખુદ અમિતભાઈ અને નરેન્દ્રમોદીને પણ અકળાવે છે.

 

(7) તમે અમને ચૌદશીયા કહ્યા, તેનામાટે તમારૂસ્વાગતછે, જોકોઈ પત્રકારચૌદશકરેનહીંતોતેને સમાચાર મળે જનહીં, એટલેેહુંચૌદશ તોકરતો રહીશ, સવાલ પ્રજા વિરોધીહોવાનો તોએટલું જકહીશ, તમારાકરતાવધારે સવાયો ગુજરાતી છુંઅનેએટલેેજજીવનનાછેલ્લાશ્વાસસુધી લખીશકારણ દેશનોઅર્થનરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીનથી, દેશએટલે તમારાઅને મારા જેવા કરોડો લોકો છે.

 

(8) પંડિત દિનદયાળઉપાધ્યાયે સહીષ્ણું થવાનીસલાહ આપીહતી તે યાદ રાખજો, કડવાશ રાખતાનહીં, તમારી પણ નોકરી છેતેની મને ખબરછે. લોકડાઉન પછી ચાપીવામાટે મળીશું, ડૉ. રૂત્વીજ પટેલને મારી યાદ આપજો, મેંજેમ તમારી પોસ્ટનું પ્રમોશન કર્યુંતેમ બની શકેતો યુવા મોર્ચાના ગ્રુપમાં આ ફાલતુ પોસ્ટ પણ વાયરલ કરજો.