મેરાન્યૂઝ નેટવર્ક.પ્રાંતીજ: હિંમતનગર-ગાંધીનગર હાઈવે પર આવેલ પ્રાંતીજના કતપુર ટોલટેક્ષ નજીક ડીઝલ ભરેલ ટેન્કરને પાછળથી ટ્રક ટક્કર મારતા ટેન્કરમાં પંક્ચર પડતા ટેન્કરમાં ભરેલું ડીઝલમાં પંક્ચર પડતા ટેન્કરમાંથી ડીઝલનો પ્રવાહ વહેતા જાણે ડીઝલની નદી વહેવા લાગી હતી. આ વાત આસપાસના લોકોને ખબર પડતા જ તેઓ હાથમાં આવે તે વાસણ લઈને દોડ્યા હતા. લોકો ડીઝલ લેવા માટે રીતસરના લઈનમાં ઊભા રહી ગયા હતા. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને ડીઝલ લેવા માટે પડાપડી કરી હતી.

પ્રાંતીજ કતપુર ટોલટેક્ષ નજીક ડીઝલ ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો. ટક્કર બાદ ટેન્કરમાં પંક્ચર થઈ ગયું હતું અને તેમાંથી ડીઝલ નીચે ઢોળાવા લાગ્યા હતું. રોડ પર ઊભેલા ટેન્કરમાં ટ્રકની ટક્કર બાદ પંક્ચર થતા રોડ પર જ ડીઝલની નદી વહેવા લાગી હતી. આ વાત આસપાસના લોકોને ખબર પડતા જ તેઓ હાથમાં આવે તે વાસણ લઈને દોડ્યા હતા. લોકો ડીઝલ લેવા માટે રીતસરના લઈનમાં ઊભા રહી ગયા હતા.


 

 

 

 

 

આ અંગેના સામે આવેલા વીડિયોમાં લોકોને વાસણમાં ડીઝલ ભરીને લઈ જતા જોઈ શકાય છે. આ વાતની જાણકારી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને ડીઝલ ટેન્કર પર પાણીનો મારો ચલાવ્યો હતો.બનાવ બાદ પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, જેના પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.