પ્રશાંત દયાળ(મેરાન્યૂઝ.અમદાવાદ): ભારત સરકારે કેન્દ્ર શાસીતમાં કરેલા ફેરફારના આદેશના અગાઉ દિવ-દમણ અને દાદરાનગર પહેલી બે અલગ કેન્દ્ર શાસીત પ્રદેશો હતા, પણ કેન્દ્ર સરકારે દાદરાનગરને પણ દિવ-દમણ સાથે ભેળવી એક જ પ્રદેશ બનાવવાની જાહેરાંત કરી હતી, જેના પગલે હવે ભારત સરકારે હાલના દિવ-દમણના એડમીનીસ્ટ્રેટર પ્રફુલ પટેલને હવે નવા રચાયેલા દિવ-દમણ અને દાદરાનગર કેન્દ્ર શાસીત પ્રદેશના એડમીની સ્ટ્રેટર તરીકે તા 26 જાન્યુઆરીથી હવાલો સંભાળી લેવાનો આદેશ આપ્યો છે આમ નવા રચાયેલા કેન્દ્ર શાસીત પ્રદેશના પ્રુફલ પટેલ પહેલા એડમીનીસ્ટ્રેટર બન્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી અંજુ શર્માએ આપેલા આદેશ પ્રમાણે તા 9 ડિસેમ્બરના રોજ બહાર પાડેલા નવા કાયદાના જાહેરનામા પ્રમાણે અગાઉ દાદરા અને નગર હવેલી અલગ કેન્દ્ર શાસીત પ્રદેશ હતો તેને દિવ અને દમણ સાથે સામેલ કરી દેવામાં આવે છે આમ હવે દાદરા-નગર હવેલી અને દમણ અને દિવ એક જ કેન્દ્ર શાસીત પ્રદેશ ગણાશે જેના એડમીનીસ્ટ્રેટર તરીકે પ્રુફલ પટેલ તા 26 જાન્યુઆરી 2020થી બીજો હુકમ થાય નહીં  ત્યાં સુધી હવાલો સંભાળશે અત્રે ઉલ્લેખનિય છે કે નરેન્દ્ર મોદી  વડાપ્રધાન થયા બાદ પુર્વ ગૃહ રાજય મંત્રી પ્રફુલ પટેલે દિવ અને દમણના એડમીનીસ્ટ્રેટર તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.

જો કે નવા રચાયેલા કેન્દ્ર શાસીત પ્રદેશના એડમીનીસ્ટ્રેટર તરીકે પ્રફુલ પટેલની નિયુકતીના પગલે ગુજરાત ભાજપમાં પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કારણ ગુજરાતમાં સંભવીત નેતૃત્વ પરિવર્તનની ચર્ચામાં પ્રફુલ પટેલના નામની પણ ચર્ચા હતી કારણ પ્રુફલ પટેલ નરેન્દ્ર મોદીની ગુડબુકના સભ્ય છે અને વહિવટમાં થોડા આકરા છે, હાલમાં ગુજરાત ભાજપ અને સરકારની જે સ્થિતિ છે તેમાં આકરા શાસકની જરૂરીયાને કારણે પ્રુફલ પટેલનું નામ આગળ છે, પરંતુ હવે તેઓ એડમીનીસ્ટ્રેટર બનતા ગુજરાત નહીં આવે તેવુ માનતા વર્ગની સામેની દલીલ એવી છે કે તેમને એડમીનીસ્ટ્રેટર તરીકે આપવામાં આવેલા આદેશમાં નિયત સમય મર્યાદાનો ઉલ્લેખ નથી પરંતુ બીજા હુકમ સુધી તેવો શબ્દ પ્રયોગ છે તેનો અર્થ દરેક પોતાની રીતે કરી શકે છે.